અમદાવાદના ધોળકાના કેલિયા વાસણા ગામે એક બાળકી સહિત ત્રણ લોકોની હત્યા કરવામા આવી છે. પાડોશમાં રહેતા વ્યક્તિએ 75 વર્ષિય જસી બહેન પટેલ, 35 વર્ષની મહિલા સુમિત્રા બહેન અને સાત વર્ષની જીયા નામની બાળકીની કરપીણ હત્યા નીપજાવી છે.
ધારીયાના ઘા મારી હત્યા કરવામાં આવી છે. જ્યારે એક વ્યક્તિ ચંદ્રીકાબેન રાજુભાઈ પટેલ ને ધાયલ થતા હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હત્યાના આરોપી રાજુભાઈ ચમનભાઈ પટેલને ગણતરીની મિનીટોમાં જ પકડી જેલના હવાલે કરવામાં આવ્યો છે.