Contact us ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર શહેર પોલીસે રૂપિયા ૬૭ હજારની કિમતના વિદેશી દારૂના જથ્થા સાથે તાડ ફળિયામાં રહેતા બુટલેગરની ધરપકડ કરી.મળતી માહિતી અનુશાર અંકલેશ્વર શહેર પોલીસના સુત્રોને બાતમી મળી હતી કે તાડ ફળિયામાં રહેતો એક બુટલેગર વિદેશી દારૂનો અડ્ડો ચલાવે છે. જેના આધારે પોલીસે તેના ઘરમાં દરોડા પાડતા અંદરથી પોલીસને રૂપિયા ૬૭,૨૦૦ની કિમતની ૫૬૪ નંગ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી.પોલીસે બુટલેગરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.અને તાડ ફળિયામાં વર્લી મટકાનો જુગાર પણ મોટા પાયે ચાલતો હોય તેવી લોક ચર્ચાએ ભારે જોર પકડ્યું છે જો હજુ પણ પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવે તો વર્લી મટકાનો જુગાર રમતા ઈસમો પણ પોલીસના સકંજામાં સપડાઇ તેવી ચર્ચા લોક મુખે થઈ રહી છે admin11 5 years ago