કેવડિયા ખાતે આવેલાં સરદાર સરોવર નર્મદા ડેમના ગેટના રીપેરિંગ માટે મરજીવાઓની ખાસ ટીમ બોલાવવામાં આવી છે. ગત વર્ષે ડેમ 138.68 મીટરની મહત્તમ સપાટી સુધી પહોંચી ગયા બાદ દરવાજા ખોલી પાણી છોડવામાં આવ્યું હતું જેથી ગેટના મેઇટેનન્સની કામગીરી શરૂ કરવામાં આવી છે.
નર્મદા ડેમની 121.92 મીટરની સપાટી પછી 30 રેડિયલ ગેટ લગાવવામાં આવ્યાં છે. આ ગેટ ખોલી ડેમમાંથી લાખો કયુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું હતું. પાણીના ફોર્સ ને કારણે ગેટની નીચેના ભાગમાં દબાણ વધતા પાણીનું ઝમણ થતું હોય છે. આગામી ચોમાસાની સીઝન આવે એ પહેલા પ્રિમોન્સુન કામગીરી ના ભાગ રૂપે સ્પેશિયલ ટીમને કામ સોંપવામાં આવ્યું છે. આ ટીમમાં સામેલ મરજીવાઓ 30 થી 40 મીટર નીચે ઓસ્કિજન સિલિન્ડર લઈને જાય છે અને જે તિરાડો દેખાય તેને પુરાણ કરે છે.
હાલ આ કામગીરી નર્મદા ડેમના પાણીમાં ચાલી રહી છે. નર્મદા ડેમ હાલ 129 મીટરની સપાટી સુધી ભરાયેલો છે. દર વર્ષે ચોમાસા પહેલાં મેઇનટેનન્સની કામગીરી નર્મદા નિગમ દ્વારા કરાવવામાં આવતી હોય છે અને તેની સીધી દેખરેખ રાખવામાં આવે છે.
મરજીવાઓ 40 મીટરની ડુબકી લગાવી તિરાડો પૂરે છે.
Views: 81
Read Time:1 Minute, 35 Second