ભરૂચના વયસ્ક મતદારોના ઘરે પહોંચી ચૂંટણી તંત્રએ મતદાન કરાવ્યું, 102 વર્ષના વૃદ્ધાએ વોટ આપી મતદાન કરવા લોકોને અપીલ કરી

લોકસભાની સામાન્ય ચૂંટણીઓમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી વિભાગ દ્વારા મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેમાં વૃદ્ધ અને દિવ્યાંગ મતદાતાઓ સરળતાથી મતદાન કરી શકે તે માટે અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. જે અંતર્ગત ભારતીય ચૂંટણી પંચ દ્વારા 85 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધજનો ઘર બેઠાં પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે તેવી પહેલ કરવામાં આવી છે. જે અન્વયે 22- ભરૂચ સંસદીય મતવિસ્તારના 153 ભરૂચ વિધાનસભા વિસ્તારમા 102 વર્ષીય ફાતમાબીબી ગુલામરસુલ શેખ, પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ચૂંટણી તંત્ર તેમનાં ઘર આંગણે પહોંચ્યું હતું.આ ઉપરાંત 151 વાગરા મતવિસ્તારમાં ઘર બેઠાં પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે તેવી પહેલ કરતા ઘર આંગણે પહોંચી વોટીંગ કરાવ્યું હતું. આ તકે ફાતમાબીબીએ જણાવ્યું હતું કે, વધતી ઉંમરના કારણે મારાથી ચાલી શકાતું નથી. તેથી હોમ વોટીંગ સુવિધાનો લાભ લઈને મે મતદાન કરીને દેશની લોકશાહીમાં પોતાનું યોગદાન આપ્યું છે. ત્યારે હું દરેક નાગરીકને અપીલ કરું છું કે,અચુક મતદાન કરીએ અને દેશને વધુ મજબૂત બનાવીએ. તેમજ હોમ વોટીંગ સુવિધા અંગે ભારતીય ચૂંટણી પંચ અને સ્થાનિક વહીવટી તંત્રની કામગીરીને પણ બિરદાવી હતી. આ અવસરે મદદનીશ ચૂંટણી નોંધણી અધિકારી માધવી મિસ્ત્રી, ઝોનલ ઓફિસર ,આસિસ્ટન્ટ ઝોનલ ઓફિસર, માઇક્રો ઓબઝર્વર,બી.એલ.ઓ દ્વારા સમગ્ર કામગીરી કરવામાં આવી હતી.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ભરૂચ ખાતે મતદાન જાગૃતિ અન્વયે કિન્નર સમાજના વ્યક્તિઓનો પ્રેરણાસભર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

Sat Apr 27 , 2024
લોકસભાની ચુંટણીઓમાં નાગરિકોની ભાગીદારિતા વધે અને મહત્તમ મતદાન થાય એ માટે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદારોને જાગૃત કરવાની વિવિધ પ્રવૃત્તિ પૂરજોશમાં ચાલી રહી છે. મતદાન જાગૃતિ અભિયાન અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારી અને ભરૂચ તથા અસ્મિતા વિકાસ કેંદ્ર ત્રાલસાના સંયુક્ત ઉપક્રમે આજરોજ કલેક્ટર કચેરીના વીસીરૂમ ખાતે મતદાન જાગૃતી અન્વયે કિન્નર […]

You May Like

Breaking News