લોકસભાની ચુંટણીઓમાં નાગરિકોની ભાગીદારિતા વધે અને મહત્તમ મતદાન થાય એ માટે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદારોને જાગૃત કરવાની વિવિધ પ્રવૃત્તિ પૂરજોશમાં ચાલી રહી છે. મતદાન જાગૃતિ અભિયાન અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારી અને ભરૂચ તથા અસ્મિતા વિકાસ કેંદ્ર ત્રાલસાના સંયુક્ત ઉપક્રમે આજરોજ કલેક્ટર કચેરીના વીસીરૂમ ખાતે મતદાન જાગૃતી અન્વયે કિન્નર સમાજના વ્યક્તિઓ નો પ્રેરણાસભર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.ભરૂચ જિલ્લાના ચુંટણી અધિકારી તુષાર સુમેરાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમ દરમ્યાન કિન્નર સમાજ દ્વારા 100 ટકા મતદાન કરવાની શપથ લીધી હતી. આ સાથે તેઓએ જિલ્લા વાસીઓને અનુરોધ કરતા જણાવ્યુ હતું કે,અમે વિધાનસભાની ચૂંટણીમાં 100 ટકા મતદાન કર્યું હતું. હાલની લોકસભાની ચૂંટણીમાં પણ અમે 100 ટકા મતદાન કરી ચૂંટણીના મહાપર્વમાં ભાગીદારી નોંધાવીશું ત્યારે જિલ્લાના નાગરિકોને લોકશાહીનાં મહાપર્વમાં મત આપવા અપિલ કરી હતી.આ તબક્કે, જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાએ કિન્નર સમાજની પ્રેરણાસભર કામગીરીને બિરદાવી હતી. સામાન્ય મતદારોને મતના અધિકાર વિશે સમજાવી મતદાન જાગૃતીમાં યોગદાન આપી ભગીરથ કામ કર્યું છે. લોકશાહીની પરંપરાને આગળ વધારવા ના આ અનન્ય પ્રયાસ આપણા માટે પ્રેરણાસ ભર બન્યો છે. ત્યારે આગામી તા.૦૭મી મેના રોજ યોજાનારી ચૂંટણીમાં કોઈ પણ મતદાર મતદાન થી વંચિત ન રહે નાગરિકો ઉત્સાહ થી મતદાન કરવા પ્રેરાય અને લોકશાહીની પ્રક્રિયામાં મતદાન કરે તેવો અનુરોધ કર્યો હતો.જેમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ. સુપ્રિયા ગાંગૂલી, સ્વિપ કાર્યક્રમના નોડલ, અસ્મિતા વિકાસ કેંદ્ર ત્રાલસા ટ્રસ્ટી અને કર્મચારીઓ અને મોટી સંખ્યામાં કિન્નર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા છે.
ભરૂચ ખાતે મતદાન જાગૃતિ અન્વયે કિન્નર સમાજના વ્યક્તિઓનો પ્રેરણાસભર જાગૃતિ કાર્યક્રમ યોજાયો
Views: 35
Read Time:2 Minute, 36 Second