ભરૂચ અંકલેશ્વર વચ્ચે જુના નેશનલ હાઇવે નંબર 8 પર નર્મદા મૈયા બ્રિજ અને ગડખોલ ફાટક પર ટી બ્રિજ બન્યા બાદ વાહનો ની સંખ્યા માં વધારો થયો છે. જેને લઇ ગત મહિને 6 થી વધુ લોકોના મોત નિપજ્યા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. જેને લઇ આ માર્ગ પર લાઈટ મુકવાની માંગ સાથે અંકલેશ્વર યુથ કોંગ્રેસ દ્વારા ફાનસ લાઈટ વડે વિરોધ પ્રદર્શન કરી તંત્ર ને જગાડવા નો પ્રયાસ કર્યો હતો અને આ અંગે વહેલી ટકે કાર્યવાહી ના થાય તો જલદ આંદોલન ની ચીમકી ઉચ્ચારી હતી.જો કે સમય મર્યાદા પૂર્ણ થતા યુથ કોંગ્રેસ રજુઆત કરતા તંત્ર આ અંગે વડી કચેરી ખાતે જરૂરી કાર્યવાહી કરાઈ રહી હોવાનું આશ્વાસન આપી પડદો પાડ્યો હતો. જે બાદ 2 દિવસ પૂર્વે વધતા અકસ્માતો ના નિવારણ માટે સામ્રાજ્ય સોસાયટી પાસે સ્પીડ બ્રેકર બનાવ્યા છે. જે ઉભા કરેલા સ્પીડ બ્રેકર ને લઇ રાત્રી ના અકસ્માત વધી રહ્યા છે. અંધારા માં સ્પીડ બ્રેકર ના દેખા દેતા વાહનો ફિલ્મી ઢબે હવા માં ઉડતા નજરે પડે છે. બાઈક ચાલક સ્પીડ બ્રેકર નજીક કેટલીકવાર કાબૂ ગુમાવતા રોડ પર પટકાઈ રહ્યા છે.સ્પીડ બ્રેકર પર વધતા અકસ્માત વચ્ચે લોકો વચ્ચે તકરાર વધી રહી છે. રાત્રી થયો ઠીક દિવસે પણ કેટલાક વાહનચાલકો ગફલત ખાતા સ્પીડ બ્રેકર કુદાવી પટકાઈ રહ્યા છે. જેને લઇ સ્થાનિક રાહદારીઓ અને સોસાયટીના રહીશો હવે માર્ગ નજીક થી પસાર થતા પણ ડરી રહ્યા છે. અને તેઓ દ્વારા સ્પીડ બ્રેકર આગળ લાઈટ પોલ ઉભા કરવામાં આવે તેમજ સૂચક સાઈન બોર્ડ મુકવા રહીશો ની માંગ કરી રહ્યા છે.
સ્પિડ બ્રેકર મૂક્યા તો અકસ્માત વધ્યા, યુથ કોંગ્રેસે ફાનસ દેખાડી તંત્રને જગાડ્યું પણ તંત્ર હજી નિંદ્રામાં
Views: 90
Read Time:2 Minute, 17 Second