DGVCL કચેરીએ ખાનગીકરણ મામલે કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો…

DGVCL કચેરીએ ખાનગીકરણ મામલે કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો…

ભરુચ ખાતે ડીજીવીસીએલ કચેરી વિજ વિભાગના ખાનગી કરણના મામલે કર્મચારીઓ દ્વારા વિરોધ દર્શાવવા હતો. ડીજીવીસીએલના કર્મીઓએ ઓફીસના ગેટ પાસે સુત્રોચ્ચાર કરવામા આવ્યા હતા.દેશમાં ઈલેક્ટ્રિસિટી એક્ટ 2003ના સુધારા બિલ 2021ના વિરોધમાં અને નેશનલ કોઓર્ડીનેશન કમિટી ઓફ ઇલેક્ટ્રિસિટી એમ્પ્લોઈઝ એન્ડ એન્જિનિયર્સના આદેશ અનુસાર ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિ અને ભરૂચ ડીજીવીસીએલ દ્વારા ખાનગીકરણ ઇલેક્ટ્રિસિટી બીલના સુધારાના વિરોધમાં મક્તમપુર ખાતે આવેલી વીજ કચેરી દરવાજા પાસે સૂત્રોચ્ચાર સાથે દેખાવો કરવામાં આવ્યો હતો.ભરૂચ ડીજીવીસીએલના કર્મચારી દ્વારા વીજતંત્રમાં દિનપ્રતિદિન ખાનગીકરણનું દૂષણના વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કરી અને ખાનગી કરણના દૂષણોને ડામી દેવાના અવાજને બુલંદ બનાવવા માટે આજરોજ ભરૂચ ડીજીવીસીએલ કચેરી ખાતે યુનિયનના લીડરો અને આગેવાનો અને કર્મચારીઓએ એકત્રિત થઈને ખાનગી કરણ ઇલેક્ટ્રિસિટી બીલના સુધારાના વિરોધમાં દેખાવો સૂત્રોચ્ચાર કરાયા હતા અને અન્યાય વિરુદ્ધ એક જ અવાજ ખાનગીકરણ બંધ કરો,એક જ ધ્યેય નફા માટે મોંધી વીજળી જેવા સૂત્રોચ્ચાર સાથે દેખાવો કરાયો હતો.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ભરૂચ શહેરમાં તસ્કરો સક્રિય,મુખ્ય રોડ પર બે સ્થળે 8 દુકાનના શટર તૂટ્યાં...

Fri Aug 13 , 2021
ભરૂચમાં મુખ્ય રોડ પર જ બે સ્થળે 8 દુકાનના શટર તૂટ્યાં ભરૂચ શહેરમાં તસ્કરો સક્રિય થયાં છે. શહેરના સ્ટેશન રોડ પર આવેલી 4 તેમજ સેવાશ્રમ રોડ પર આવેલી 4 દુકાનોના શટર તોડી દુકાનોમાં હાથફેરો કરી રફૂચક્કર થઇ ગયાં હતાં.બનાવને પગલે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો […]

You May Like

Breaking News