નર્મદા જિલ્લા ના ડેડિયાપાડા ખાતે ફૂડ એન્ડ ડ્રગ્સ ના લાઇસન્સ અપાવવા ના નામે વેપારીઓ પાસે થી પૈસા ઉઘરાવતી ઠગ ટોળકી ઝડપાઈ..

નર્મદા જિલ્લા ના ડેડિયાપાડા ખાતે ફૂડ એન્ડ ડ્રગ્સ ના લાઇસન્સ અપાવવા ના નામે વેપારીઓ પાસે થી પૈસા ઉઘરાવતી ઠગ ટોળકી ઝડપાઈ છતાં પોલીસ દ્વારા અત્યાર સુધી કોઈ કાર્યવાહી હાથ ધરવા માં આવી નથી.

ડેડિયાપાડા માં ગઈ કાલે સાંજે દિજી કોપસ લીગલ કન્સલ્ટન્સી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ના બે વ્યક્તિઓ ને પોલીસ દ્વારા પકડેલ છતાં આજ સુધી કોઈ ફરિયાદ દાખલ ના થતા નગર ના વેપારીઓ માં પોલીસ પ્રત્યે આક્રોશ. પોલીસ નું સૂચક મૌન. પ્રાપ્ત વિગત મુજબ છેલ્લા બે ત્રણ દિવસ થી ડેડિયાપાડા માં દિજી કોપસ લીગલ કન્સલ્ટન્સી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ,આશ્રમ રોડ અમદાવાદ ના બે ઈસમો પોલીસ ને સાથે રાખી વેપારીઓ પાસે લાઇસન્સ ની માગણી કરી અને લાઇસન્સ કાઢી આપવા માં આવશે એવું જણાવી રૂપિયા ઉઘરાવતા હતા.તે દરમ્યાન કે.મોહન આર્ય આંતર રાષ્ટ્રીય માનવ અધિકાર સંઘ ના કાર્યકારી અધ્યક્ષ(ભારત) અને ભારતીય ટ્રાઈબલ પાર્ટી ના રાષ્ટ્રિય કનવિનાર ને આ બાબત ની એક વેપારી એ જાણ કરતા તેઓ એ સ્થાનિક પત્રકારો ને સાથે રાખી પોલીસ મથકે જઈ પોલીસ ને જાણ કરતા પોલીસ આ વિશે તપાસ આદરી આ પ્રાઇવેટ કંપની ના ઈસમો ને બોલાવી તપાસ કરતા એમની ગાડી પર national council of vocational skill assessment register nct of new delhi , government of India. લખેલ હતું.

ગાડી નંબર GJ27 CM 2696 mahindra TUV કંપની ની હતી. પી.એસ.આઇ આઇ.આર.દેસાઈ એ ઉપરોક્ત કંપની ના ઈસમો પાસે ગુજરાત સરકાર નો કોઈ ઓથોરિટી લેટર માંગતા તેઓ પાસે મળી આવેલ ના હતો.એ કંપની ના માણસો ને પૂછતાછ માં એક નું નામ હાર્દિક રમેશ પટેલ,મનોજ રમેશ મિસ્ત્રી બંને રહે.આશ્રમ રોડ અમદાવાદ ,ધોરણ – ૯ પાસે જણાવેલ હતું.

આ લોકો ડેડિયાપાડા નગર માં થી સાબરી ચિકન સેન્ટર,ફાયાજ ભાઈ કુરેશી પાસે થી લાઇસન્સ ના બહાને ૧૦,૦૦૦/- રોકડા અને ૫૫૦૦/- લાઇસન્સ આવ્યા બાદ, જેમાંની બ્રોથર્સ માં થી કારિયાણી ની દુકાન ના માલિક પાસે થી ૧૦,૦૦૦/- રોકડા અને ૧૦,૦૦૦/- નો ચેક લીધા હતા. પ્રિયા પ્રોવિઝન સ્ટોર માથી પણ રૂપિયા ૧૦,૦૦૦/- નો ચેક લીધેલ હતો. જય શ્રી કરિયાણા સ્ટોર માથી ૪૦૦૦/- રોકડા ,ચેતન કરિયાણા સ્ટોર માથી ૧૨,૫૦૦/- રોકડા , ડી.જી.ફૂડ એન કેક સ્ટોર માથી ૬૫૦૦/- રોકડા ઉઘરાવી છેતરપિંડી કરી હતી અને આ તમામ વેપારીઓ ને બિલ નંબર ,જી.એસ.ટી નંબર વગર નું સહી સિક્કા વગર નું બિલ આપી જેમાં કોઈ વિવરણ પર લખેલ ન હતું.એમને આ રીતે પૈસા ઉઘરાવવા નો અધિકાર કોને આપ્યો એ પૂછતા એમના પાસે જવાબ ના હતો.

પોલીસ તપાસ માં જાણવા મળેલ કે અંકલેશ્વર ,વાલીયા ,નેત્રંગ ,ડેડિયાપાડા જેવા અન્ય જગ્યા ઓ એ થી રોકડા રૂપિયા અને ચેક લીધેલ છે. મળતી માહિતી મુજબ ડેડીયાપાડા ના વેપારીઓ ને પૈસા પરત કરવા માં આવ્યા છે અને આ બંને ઠગ વિરૂદ્ધ ડેડિયાપાડા ના વેપારી મંડળ ના પ્રમુખ ધનંજય શાહ દ્વારા પોલીસ મથકે જઈ ગુનો નોંધવા જણાવેલ છે છતાં ગુનો નોધેલ નથી તો પોલીસ નું શા માટે સૂચક મૌન છે એ વેપારીઓ માં ચર્ચાય રહ્યું છે.વેપારીઓ ની એવી માંગ છે કે આ બંને વિરૂદ્ધ ડેડિયાપાડા પોલીસ સ્ટેશન માં ફરિયાદ દાખલ કરવા માં આવે તો ગુજરાત માં મોટું કોભાંડ બહાર આવે એમ છે.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ભરૂચ : સાંસદ મનસુખ વસાવાએ રાજીનામુ પરત ખેંચતા BTP નાં છોટુ વસાવાનો કટાક્ષ, કહ્યું બાળક જીદ કરે ને રડવા બેસે તો લોલીપોપ આપી ચૂપ કરી દેવાય, છોટુ વસાવા…

Wed Dec 30 , 2020
ગતરોજ ભરૂચનાં સાંસદ મનસુખ વસાવાએ પત્ર વિસ્ફોટ કરી પોતે પક્ષમાંથી રાજીનામુ આપ્યાની વાતો વહેતી કરતા ભરૂચ, નર્મદાનું રાજકારણ ગરમાયુ હતું. આદિવાસી વિસ્તારમાં ઇકો સેન્સેટિવ ઝોન સહિતના મુદ્દે નારાજ સાંસદ મનસુખભાઇએ અચાનક જ રાજીનામું ધરી દઈ સોશિયલ મીડિયામાં જાણકારી આપી હતી..!! બાદમાં મીડિયા સાથેની વાતચીતમાં તેઓએ નાદુરસ્ત તબિયત હોવાના કારણે રાજીનામુ […]

You May Like

Breaking News