ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલ ખાનગી કંપનીના કોન્ટ્રાક્ટર પાસે ખંડણી માંગનાર બે ઈસમો ઝડપાયા.
…
બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઇડીસી માં આવેલ આરતી ઇન્ડસ્ટ્રીઝ કંપનીના કોન્ટ્રાક્ટર પાસે થોડા દિવસો અગાઉ કન્ટ્રક્શનનું કામ કરતા કોન્ટ્રાક્ટર પાસે ટકાવારી પૈસાની માંગણી કરતા બે ઇસમોને ઝઘડિયા પોલીસે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
ઝઘડિયા પોલીસે કોન્ટ્રાક્ટર પાસે ખંડણી માંગનાર ઝઘડીયાના તલોદરાના રહેવાસી હિતેશ ઉર્ફે કાળિયો બકોર પટેલ અને અંકલેશ્વરના ભડકોદ્રા ખાતે રહેતા પ્રકાશ શુશીલ દ્વિવેદી નામના ઇસમોની ધરપકડ કરી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
મહત્વની બાબત છે કે ઔધોગિક વિસ્તારોમાં કોન્ટ્રાક્ટરોને ડરાવી ધમકાવી હપ્તા સ્વરૂપે નાણાં પડાવી લેવાની અનેક ચર્ચાઓ અવારનવાર સામે આવતી હોય છે તેવામાં આ પ્રકારે સામે આવેલી આ ઘટનાએ ચર્ચાઓને ખરા અર્થે સાથર્ક કરી અંતરિયાળ વિસ્તારોમા આવેલી કંપનીઓમાં કામ કરવા આ પ્રકારની લુખ્ખી દાદાગિરી કરતાં તત્વો સામે પોલીસની પણ પ્રશંસનીય કામગીરી કહી શકાય તેમ છે.