માસ્ક મુદ્દે પોલીસ ભાન ભુલી, પોલીસકર્મીએ મહિલાને માર્યા લાફા “વિડિયો વાયરલ થતા પોલીસના વ્યવહારથી લોકોમાં નારાજગી”!…

Views: 67
0 0

Read Time:4 Minute, 6 Second

માસ્ક મુદ્દે પોલીસ ભાન ભુલી, પોલીસકર્મીએ મહિલાને માર્યા લાફા “vdo વાયરલ થતા પોલીસના વ્યવહારથી લોકોમાં નારાજગી”!

કોરોના મહામારી થી બચવા લોકોને માસ્ક ફરજીયાત પહેરવાની ફરજ પાડવામાં આવી છે અને જે કોઈ વ્યક્તિ માસ્ક ના પહેરે તો પોલીસ તેની પાસેથી એક હજાર રૂપિયા દંડ વસુલ કરે છે. જ્યારથી પોલીસ લોકો પાસેથી માસ્ક બાબતે દંડ વસુલી રહી છે ત્યારથીજ પોલીસ અને પબ્લિક વચ્ચે ઘર્ષણ વધ્યા છે. ક્યારેક તો પોલીસ ખોટી રીતે નાગરિકોને હેરાન કરે છે તો ક્યારેક આમ નાગરિકો પોતાની ફરજ ભુલી પોલીસ સાથે ખોટી માથાકૂટ કરતા નજરે પડ્યા છે. આ ઘર્ષણમાં પોલીસ કસૂરવાર હોય તો તેની સામે ઉચ્ચ અધિકારીઓ લાલ આંખ કરી સસ્પેન્ડ કરવા જેવી અસરકારક કાર્યવાહી કરી હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. તો બીજીતરફ પોલીસ સાથે ખોટુ ઘર્ષણ કરી કાયદા અને વ્યવ્યસ્થાની પરિસ્થિતિ ખરાબ કરનારા લોકો સામે પણ કાયદેસરની દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે જેમાં 1000 માસ્ક ન પહેરવા બાબતે દંડ અથવા તો પોલીસની ફરજમાં રુકાવટ બદલ 188 ની કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે આજે અમદાવાદ શહેરનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં એક પોલીસકર્મી એક મહિલાને લાફા મારતા જોવા મળી રહ્યો છે જે ખુબજ નિંદનીય ઘટના છે. સૂત્રો થી મળી રહી માહિતી મુજબ અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં આ ઘટના બની હોવાના અહેવાલ મળી રહ્યા છે, જ્યાં એક વ્યક્તિએ માસ્ક ન પહેર્યો હોય પોલીસ સાથે બોલાચાલી થઈ હતી.જેથી પોલીસ વેનમાં ફરજ પર તૈનાત પોલીસકર્મી માસ્ક ન પહેરનાર વ્યક્તિને પોલીસ વેનમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ જઈ રહ્યા હોવાની કાર્યવાહી કરી રહ્યા હતા. તે દરમ્યાન માસ્ક ન પહેરનાર વ્યક્તિની સાથે હાજર એક મહિલા પોલીસને રોકવાનો પ્રયત્ન કરી રહી હતી. ત્યારે કાર્યવાહી કરનાર પોલીસકર્મી કાયદો મર્યાદા અને પોતાની ફરજ ભુલી જઈ મહિલાને ઉપરા છાપરી લાફા મારી દીધા હતા.

ઉલ્લેખનિય છે કે બે દિવસ અગાઉ પણ એક મહિલા પીએસઆઈ દ્વારા શાકભાજી વેચીને પોતાનું અને પોતાના પરિવારનું પેટીયુ રળતી એક ગરીબ મહિલાને પોતાની વર્દીનો રોફ બતાવતા દંડા થી બેરહમી પૂર્વક ફટકારી હતી. એ ઘટનાનો વિડીયો વાયરલ થઈ જતા કસૂરવાર મહિલા પીએસઆઈને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

અમદાવાદમાં બનેલી ઘટનાનો પણ વિડીયો વાયરલ થયો છે જેમાં એક પુરુષ પોલીસકર્મી મહિલાને લાફા મારતો નજરે પડી રહ્યો છે. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, અને લોકોમાં નારાજગી ફેલાઈ છે. કારણ કે કોઈપણ મહિલાને પુરુષ પોલીસકર્મી અડી પણ ના શકે જ્યાં સુધી સાથે કોઈ મહિલા પોલીસ ના હોય. જેથી આ ઘટનામાં મહિલાને લાફા ફટકારનાર પોલીસકર્મીને પણ સસ્પેન્ડ કરવા જોઈએ તેવી લોકો ઉચ્ચ અધિકારીઓ પાસેથી અપેક્ષા લગાવી રહ્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

પત્રકાર એકતા સંગઠન–ગુજરાતની ભરૂચ તાલુકાનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો..

Sat Jan 16 , 2021
Spread the love              ભરૂચ આજરોજ ભરૂચ માહિતી કચેરી ખાતે પત્રકાર એકતા સંગઠન ભરૂચ તાલુકાનો સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ભરૂચ તાલુકાના પત્રકારો ખાસ ઉપસ્થિત રહયા હતા. આ કાર્યક્રમ દરમ્યાન ભરૂચ તાલુકા ઉપપ્રમુખ તરીકે દિનેશભાઈ મકવાણાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમ્યાન ભરૂચ તાલુકાનાં પત્રકારોનો અભિપ્રાય […]

You May Like

Breaking News

error: Content is protected !!