આમોદ તાલુકાના મછાસરા, માંગરોલ,દેણવા, વલીપોર, હેતમપુરના પાંચ ગામોને અસર કરતો માર્ગ બિસ્માર બન્યો છે.જેના કારણે આ વિસ્તારના સ્થાનિકોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે.જેના વિરોધમાં આજ રોજ પાંચ ગામના આગેવાનોએ આમોદ નાયબ મામલતદાર આવેદનપત્ર આપી ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી આપી હતી.આમોદ તાલુકાના મછાસરા, માંગરોલ, દેણવા, વલીપોર,હેતમપુરના પાંચ ગામોના આગેવાનોએ આપેલા આવેદનપત્ર જણાવ્યું હતું.કે,આછોદથી લઈને દેણવા સુધી 10 કિલોમીટર સુધીનો રસ્તો ખૂબ જ ઉબડ ખાબડ અને ખખડધજ બનેતા આ રોડ ઉપરથી પસાર થતાં વાહનચાલકોને અવર જવર કરવામાં ખૂબ જ મુશ્કેલી થઈ રહી છે.આ પાંચ ગામના લોકોને દૈનિક અવર જવર માટે ઘણી જ તકલીફો વેઠવી પડે છે.આ બિસ્માર બનેલા રોડને કારણે દર્દીઓ,પ્રસૂતા બહેનો વૃદ્ધો તેમજ બીમાર વ્યક્તિઓને વાહન મારફતે અવર જવરના કરવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.જોકે આ બાબતે ગ્રામજનોએ તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ નહી મળતા તેમની ધીરજનો અંત આવતા પાંચ ગામના લોકોએ આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની તંત્રને લેખિત ચીમકી ઉચ્ચારી મામલતદારને આવેદનપત્ર આપી રજુઆતો કરી હતી.
‘માર્ગ નહીં બને તો ચૂંટણીનો બહિષ્કાર કરાશે’:આમોદના પાંચ ગામને જોડતો માર્ગ બિસ્માર અને ખખડધજ, સમારકામની માંગ સાથે આવેદનપત્ર અપાયું, ચૂંટણીનો બહિષ્કારની ચીમકી
Views: 40
Read Time:1 Minute, 42 Second