
ડેડીયાપાડાના માથરસા ગામના રહેવાસી અને પાનખર પ્રાથમિક શાળાના શિક્ષક ભારજી વસાવા દ્વારા પોતાના ગામમાં પાણીની સમસ્યા અંગેનો વીડિયો વાયરલ કર્યો હતો અને જેમાં ભરૂચ લોકસભા ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા પર ટિપ્પણીઓ કરવામાં આવી હતી. જે બાદ તેમને તાત્કાલિક પાનખલા પ્રાથમિક સ્કૂલમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવતા આદિવાસી સમાજમાં સરકારના પ્રતિનિધિઓ સામે રોષની લાગણી ફેલાઈ જવા પામી છે. આજરોજ માથરસા સહિતના ગામના આદિવાસી સમાજના આગેવાનો અને યુવકો દ્વારા શિક્ષક ભારજી મંછા વસાવાના સમર્થનમાં ભરૂચ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી વિરોધ કરવામાં આવ્યો હતો.આ બાબતે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા સરકાર પર આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, સરકાર દ્વારા માત્ર કાગળ પર જ આદિવાસીઓ માટેની યોજનાઓ મૂકવામાં આવે છે. પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ હોય છે. આદિવાસીઓ માટેનું સ્મશાન ગૃહ પણ ઉપલબ્ધ નથી. ત્યારે સરકાર માત્ર આદિવાસીઓને જુઠા વાયદા કરે છે પણ આદિવાસીઓ માટે કોઈ વિકાસના કામ કરવામાં નથી આવી રહ્યા ત્યારે શિક્ષક ભારજી મંછાભાઈ વસાવાને સાચી રજુઆત કરતા જ સસ્પેન્ડ કરી દેવાયા છે જે નિંદનીય બાબતે છે આદિવાસી સમાજ આ વખોડી નાખે છે અને શિક્ષક ભારજી મંછાભાઈ વસાવાને પુનઃનોકરીમાં લેવામાં આવે તેવી માંગ કરી હતી.