0
0
Read Time:1 Minute, 3 Second
અંકલેશ્વર ભરૂચમાં લોકસભાની ચૂંટણી પહેલાં ખેડૂતો સરકાર સામે મરણિયા બન્યાં છે. એકસપ્રેસ હાઇવે, ભાડભૂત બેરેજ સહિતના પ્રોજેકટમાં જમીનના બદલામાં યોગ્ય વળતરની માગ સાથે 3 વર્ષ ઉપરાંતથી ખેડૂતોનું આંદોલન ચાલી રહયું છે. સમસ્યાનો હલ આવવાના બદલે કોર્ટમાં કેસ ચાલ્યાં ગયાં છે. લોકસભાની ચૂંટણી પહેલાં અંકલેશ્વર તાલુકામાં ફરીથી આંદોલનના મંડાણ થયાં છે. જુના દીવા, પુનગામ સહિતના અનેક ગામમાં એવોર્ડની જાહેરાત બાદ વળતરની ચૂકવણીના બદલે નેશનલ હાઇવે ઓથોરીટી અને ખેડૂતો એકબીજા સામે કોર્ટમાં કેસ કરી રહયાં હોવાથી 3 વર્ષથી કોકડું ગુંચવાયેલું છે. બુલેટ ટ્રેન, એક્સપ્રેસ હાઇવેના ભરૂચ જિલ્લાના38 ગામ માંથી અંદાજે 3500થીવધુ ખેડૂત અસરગ્રસ્ત છે.