0
0
Read Time:47 Second
અંકલેશ્વર માં મગરની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. ભૂતકાળમાં અંકલેશ્વર જુના નેશનલ હાઇવે નંબર 8 પર ભૂતમામા ડેરી પાસે 2 મગરોની હાજરી જોવા મળી હતી. બે વર્ષ પૂર્વે અબોલી રોડ પર સી.આઈ.એસ.એફ કેમ્પ પાસે ખાડીમાં મગર જોવા મળ્યો હતો. ત્યારે હવે બે વર્ષ બાદ પુનઃ આમલાખાડીને અડીને માનવ સર્જિત તળાવમાં એક કિનારે મગર બહાર ખુલ્લામાં તડકામાં બેઠો હતો તે દરમિયાન ત્યાં પસાર થતા ઇસમે મગર જોતા તેનો વિડીયો ઉતારી વાયરલ કર્યો હતો. જે અંગે વન વિભાગને પણ જાણ કરવામાં આવી છે.