વિશ્વ પર્યાવરણ દિવસે જ અમરાવતી નદીમાં લાલ રંગનું પ્રદૂષિત પાણી વહેતાં GPCBની ટીમ દોડી
વિશ્વ પર્યાવરણ દિને જ અમરાવતી નદીમાં લાલ રંગનું પ્રદુષિત પાણી વહેતાં જળચરના મોત સાથે પર્યાવરણને નુકશાનની ઘટના સામે આવી છે. એક તરફ પર્યાવરણના જતન, સંવર્ધનની મોટી વાતો બીજી તરફ જળ, જમીન અને હવા પ્રદુષિત કરી પ્રકૃતિની ઘોર ખોદાતાં પર્યાવરણવાદીઓમાં રોષ ફેલાયો હતો. કેમિકલયુક્ત વહેતા પાણી અંગે જીપીસીબીએ જાણ કરાતા સેમ્પલો લેવાયા હતા. ઉછાલી ગામ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ સમયે જ આ ઘટના પ્રકાશમાં આવી હતી.
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત ના બી. પમ્પીંગ સ્ટેશન પરથી પ્રથમ વરસાદના ઝાપટા માજ પારો ઓવરફ્લો થતા ઘટના બની હતી. વિશ્વ પર્યાવરણ દિવસની એક તરફ ઔદ્યોગિક ગઢ ભરૂચ જિલ્લામાં ઠેર ઠેર અધિકારીઓ, પદાધિકારીઓ, સંસ્થાઓ, ઉદ્યોગો દ્વારા વૃક્ષો વાવી ઉજવણી થઈ રહી હતી ત્યાં બીજી તરફ જળ પ્રદુષણ ની ગંભીર ઘટના સામે આવી હતી. અંકલેશ્વરમાંથી વહેતી અમરાવતી ખાડીમાં શનિવારે મધરાતે વરસેલા વરસાદ નો લાભ ઉઠાવી કેટલાક બેજવાબદાર અને તકસાધુ ઉધોગોએ પોતાનું કેમિકલ યુક્ત પાણી ઠાલવી દીધો હોવાની બૂમ ઉઠી હતી.