ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે સ્થાનિક પોલીસ ના સહયોગ થી ગુજરાત પોલીસ દ્વારા એક જન સંપર્ક અભિયાન અંતર્ગત લોક દરબારનું આયોજન કરાયું હતું જેમાં અતિથિ વિશેષ તરીકે 2018 ની બેચના IPS ઓફિસર ASP શ્રી વિકાસ સુંડા ઉપસ્થિત રહયા હતા. તેમની સાથે નબીપુર પોલીસ સ્ટેશનના PSI એ.કે.જાડેઝા તેમના સ્ટાફ સાથે હાજર રહયા હતા. ASP એ પોતાના પ્રવચનમાં પ્રજાને પોલીસ અને જનતા વચ્ચેના સંબંધની સમજ પૂરી પાડી હતી. પ્રજાને કોઈપણ જાતની સમસ્યા કે કોઈ તકલીફ હોય તો સ્થાનિક પોલીસનો સંપર્ક કરતા ખચકાવું નહીં અને જો જરૂર પડે તો ASP ઓફીસ ભરૂચનો સંપર્ક કરવો અને પોલીસને મદદ રૂપ થવાની અપીલ પણ કરી હતી.
ASP વિકાસ સુંડાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે ગુજરાત પોલીસ પ્રજા મા જઇ લોક દરબાર કરી જનતામાં જાગૃકતા લાવવા માટે આવા કાર્યક્રમો યોજવા જઇ રાહીછે તેમાં બરૂચ જિલ્લામાં આ પ્રથમ કાર્યક્રમ હતો જેને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે જે પછી જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં આવા કાર્યક્રમોનું આયોજન થશે. ASP એ નબીપુરની જનતા નો આ કાર્યક્રમમાં હાજર રહી સાંભળવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે મંચ ઉપર નબીપુરના PSI એ.કે.જાડેઝા, નબીપુર તાલુકા પંચાયતના સભ્ય શકીલ અકુજી, નબીપુરના સરપંચ સિરિનબેન, ડે. સરપંચ હાફેઝી ઈકરામભાઈ તથા ગ્રામ પંચાયતના સભ્યો ઉપસ્થિત રહયા હતા. ગામના સરપંચ, ડે. સરપંચ, સભ્યો અને ગામના આગેવાની દ્વારા ASP, PSI અને અન્યોનું સ્વાગત પુષ્પગુચ્છ દ્વારા કરાયું હતું. સમગ્ર કાર્યક્રમ નું નબીપુરના PSI એ.કે.જાડેજા ની દોરવણી હેઠળ ગ્રામ પંચાયતે સુંદર આયોજન કર્યું હતું. નબીપુર પોલીસ સ્ટેશન ના સ્ટાફે સુંદર કામગીરી બજાવી હતી. આ કાર્યક્રમમાં મહિલાઓની સૂચક હાજરી થી ASP પ્રભાવિત થયા હતા.