Read Time:1 Minute, 12 Second
ભરૂચ જિલ્લામાં મુખ્યમંત્રી જ્ઞાનસાધના પરીક્ષાનું આયોજન કરાયું છે, જેમાં 14 હજારથી વધુ વિદ્યાર્થીઓ માટે 57 પરીક્ષા કેન્દ્રો પર બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષામાં પાસ થઈને મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓને 20 થી 25 હજારની સ્કોલરશિપ આપવામાં આવશે. સારી આર્થિક સ્થિતિ ન ધરાવતા અને હોશિયાર વિદ્યાર્થીઓના અભ્યાસમાં સહાય મળી રહે તે માટે ચાલતી નવિયોજના ને જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના કહેવામાં આવે છે. આ યોજનાનો લાભ ધો-9 થી 12 સુધીના વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. આ ક્સોટી કુલ 120 માર્ક ની હોય છે જેનો સમય 150 મિનિટ નો રાખવામાં આવેલ છે. જેને લઈને જિલ્લામાં 30 માર્ચે જ્ઞાન સાધના સ્કોલરશીપની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 14 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.