Read Time:1 Minute, 15 Second
અંકલેશ્વર માં પુનઃ વાલિયા ચોકડી પર ટ્રાફિક જામ સર્જાયો હતો. આઇઆરબી ચોકડી કામગીરી શરુ કરતાં 30 મિનિટ એબ્યુલન્સ ફસાઈ જવા પામી હતી. અંકલેશ્વર ની વાલિયા ચોકડી પાસે રોજ પિક અવર્સ, સામાન્ય સમયમાં પણ ટ્રાફિકથી વાહન ચાલકો પરેશાન બની ઉઠ્યા છે.અંકલેશ્વર વાલિયા ચોકડી પાસે ટ્રાફિક જામના દ્રશ્યો હવે આમ બની ગયા હોય તેમ તંત્ર દ્વારા પ્રતીતિ વાહન ચાલકો ને કરાવી રહ્યા છે. શુક્રવારે આઈ.આર.બી દ્વારા વાલિયા ચોકડી પર પડેલા ગાબડા અચાનક પીક અવર્સ માં જ કામગીરી શરુ કરી હતી અને ચોકડી નો માર્ગ દુરૂસ્તીકરણ શરુ કર્યું હતું. જેને લઇ નોકરી સમય અને હાઇવે પર આવતા વાહન લઇ ચારે બાજુ વાહન લાંબી કતારો જામી જવા પામી હતી. ત્યાંથી પસાર થતી ખાનગી એમ્બ્યુલન્સ દ્વારા ટ્રાફિક જામના દ્રશ્યોને લઈને રોંગ સાઈડ પર રાખવા ફરજ પડી હતી.