ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા લોકસભાની ચૂંટણીને લઇને ખાસ વાહન ચેકિંગ ડ્રાઇવ યોજી હતી. જેમાં પોલીસે 465 કેસ કરી કુલ 1.09 લાખનો દંડ વસુલ કર્યો હતો. ભરૂચ શહેર જિલ્લામાં આગામી દિવસોમાં યોજાનારી લોકસભાની સામાન્ય ચૂંટણીને લઇને શહેર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પોલીસ દ્વારા વિવિધ પ્રકારની ડ્રાઇવ રાખવામાં આવી રહી છે જેના ભાગરૂપે જિલ્લામાં ખાસ વાહન ચેકિંગ ડ્રાઇવ રાખવામાં આવી હતી. જેમાં ભરૂચ જિલ્લાના તમામ પોલીસ મથકોની ટીમોએ તેમના વિસ્તારના મુખ્ય રસ્તાઓ પર ચેકિંગ હાથ ધર્યું હતું.જેમાં પોલીસ વાહન ચેકિંગમાં હેલમેટ, ચાલુ વાહને મોબાઇલ પર વાત કરવી, સીટ બેલ્ટ નહીં બાંધવી, રોંગ સાઇડ આવવું, ડ્રાઇવિંગ લાયસન્સ સહિતના અલગ અલગ પ્રાવધાનોને લઇને 465 વાહન કેસ કર્યાં હતાં. ઉપરાંત ઓવર સ્પિડના 10 તથા નો-પાર્કિંગના 4 કેસ કર્યાં હતાં. પોલીસે અલગ ઉલ્લંઘનોને લઇને કુલ 1.09 લાખનો દંડ વસુલ્યો હતો. મતદાન સુધી વાહનચેકિંગ ચાલુ રાખવામાં આવશે.
એક જ દિવસમાં 465 વાહનોને 1 લાખનો દંડ
Views: 36
Read Time:1 Minute, 30 Second