મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં બે વિદ્યાથીઓ માતા-પિતાની છત્રછાયા ગુમાવતા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની પાલક માતા-પિતા યોજના આશીર્વાદરૂપ બની

Views: 78
0 0

Read Time:4 Minute, 9 Second

મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં બે વિદ્યાથીઓ માતા-પિતાની છત્રછાયા ગુમાવતા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની પાલક માતા-પિતા યોજના આશીર્વાદરૂપ બની
મહીસાગર જિલ્લામાં ખાનપુર તાલુકાના વાંકા ગામનો પંચાલ શ્રીકરકુમાર શૈલેષભાઈ ૨ વર્ષથી તથા વેરૈયા ગામનો પટેલ હિતેશકુમાર મહેશભાઈ ૫ વર્ષથી પાલક માતા-પિતા યોજનાનો લાભ લઇ પોતાના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા દિવસ રાત એક કરી મહેનત કરી અભ્યાસ કરી રહ્યા છે. જે પૈકી પંચાલ શ્રીકરકુમાર પરિવારના વયોવૃધ્ધ દાદા પર ઘરના ૭ વ્યક્તિના ભરણ પોષણની જવાબદારી આવી પડી હતી. જ્યારે પટેલ હિતેશકુમાર મહેશભાઈના દાદા ઉપર ઘરના ૯ સભ્યોના ગુજરાનની જવાબદારી આવી પહોચી હતી. મોઘવારીના આ સમયમાં ઘરના વડીલો પર આફત તૂટી પડી હતી પરિવારનું ગુજરાન કઈ રીતે ચલાવવું એ પ્રશ્ન હતો. ત્યાં બંને પિતા વગરના સંતાનોના ભણતરની સતત ચિંતા સતાવતી હતી.
દાદા સામે મોટો પ્રશ્ન ઉભો હતો. આવી વિકટ પરિસ્થિતિમાં પાલક સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત રાજ્યની અને જિલ્લા બાળ સુરક્ષા એકમની કચેરીમાં ચાલતી પાલક માતા-પિતા યોજના તેમને મદદરૂપ થઇ. અને જિલ્લા બાળ સુરક્ષા એકમ મહિસાગરની કચેરી જરૂરી ફોર્મ, આધાર પુરાવાઓ લઇ તપાસીને સ્પોન્સરશીપ એન્ડ ફોસ્ટરકેર એપ્રુવલ સમિતિમાં અરજી રજુ કરી જેને સમિતિએ અરજી મંજુર કરી હતી. હાલ બંને વિદ્યાર્થીઓ પાલક માતા-પિતા યોજનાનો લાભ મેળવીને તેઓનો ઉચ્ચ અભ્યાસ ચાલુ રાખ્યો.
જે પૈકી વાંકા ગામનો પંચાલ શ્રીકરકુમાર શૈલેષભાઈએ જણાવ્યું હતું કે પાલક માતા-પિતા યોજનાનો લાભ મેળવી હાલ એલ.ડી. એન્જીનીયરીંગ કોલેજમાં સિવિલ એન્જીનીયરનો અભ્યાસ કરી રહ્યો છું. વેરૈયા ગામનો પટેલ હિતેશકુમાર મહેશભાઈએ જણાવ્યું હતું કે આ યોજનાનો લાભ મેળવી હાલ કામધેનું યુનિવર્સીટી, ગાંધીનગર અંતર્ગત ડેરી સાયન્સ કોલેજ, અમરેલી ખાતે ઉચ્ચ અભ્યાસ માટે એડમીશન લઇ અભ્યાસ કરી રહ્યો છું. આ યોજના અમારા માટે ખુબ જ આશીર્વાદરૂપ નીવડી છે જેના થકી અમે અમારા ભવિષ્યને ઉજ્જવળ બનાવ્યું છે.
જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, મહીસાગરએ એક અખબારી યાદીમાં જણાવ્યું કે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, સમાજ સુરક્ષા ખાતાની અને જિલ્લા બાળ સુરક્ષા એકમની કચેરી ખાતે કાર્યરત પાલક માતા-પિતા યોજના હેઠળ ૧૮થી નીચેના એવા બાળકો જેઓના માતા-પિતા મરણ પામેલ છે અથવા પિતાના મૃત્યુ બાદ માતાએ પુનઃલગ્ન કરેલ હોય અને તેના બાળકો તેમની સાથે ન રહેતાં હોવા જોઈએ પરંતુ આવા બાળકો તેમના પરિવારના દાદા-દાદી, નાના-નાની કે અન્ય કુટુંબીજન સાથે રહી અભ્યાસ કરતા હોય તેવા બાળકોને દર મહીને રૂપિયા ૩૦૦૦/-ની સહાય બાળક કે બાળકી ૧૮ વર્ષની થાય ત્યાં સુધી DBT ના માધ્યમથી ચુકવવામાં આવે છે. હાલ મહિસાગર જીલ્લામાં કુલ-૬૧૮ જેટલા બાળકો આ યોજનાનો લાભ મેળવી રહેલ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ગુજરાતમાંથી દારૂબંધી હટાવવા બાબતે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાનું મોટું નિવેદન કહ્યું, ....

Fri Oct 2 , 2020
Spread the love             ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી દારૂ બંધી નાબુદી અંગે ચર્ચાઓ ચાલી રહી છે. તો પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ સોશિયલ મીડિયામાં દારૂ બંધી નાબુદી વિષયક અભિયાન ચલાવી રહ્યા છે. ત્યારે આજ રોજ ગાંધી જયંતીના દિવસે રાજ્યના ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ ચર્ચાઓ પર પૂર્ણ વિરામ મૂકી દીધું હતું. […]

You May Like

Breaking News

error: Content is protected !!