ભરૂચમાં કલેક્ટર કચેરીમાં તેમજ મામલતદાર કચેરીમાં ફરજ બજાવતાં બે કર્મીઓના હૃદય રોગના હુમલાથી મોત થવાની ઘટના બાદ છેલ્લા એક સપ્તાહમાં અંકલેશ્વરમાં ત્રણ યુવાનના હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યા હતાં. ગત રોજ અંકલેશ્વર પ્રાંત કચેરી ખાતે આઉટ સોર્સિંગમાં ચૂંટણી વિભાગમાં ઓપરેટર તરીકે કામ કરતા 35 વર્ષીય ઇમરાન દીવાન પોતાની ફરજ પુરી કરી ઘરે પહોંચ્યા હતા. દરમિયાન રાત્રીના સમયે હાર્ટ એટેક આવતા તેનું મોત નીપજ્યું હતું. જેને લઇ પરિવાર તેમજ પ્રાંત અધિકારી કચેરીમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.બીજી ઘટના મા અંકલેશ્વર ઓવર બ્રિજ નજીક રહેતા 57 વર્ષીય અશોકભાઈ મહાજન જે અંકલેશ્વર ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતાં હતાં. ગત રોજ તેઓ અંકલેશ્વરથી ડીસા એસટી બસ લઇને નિકળ્યાં હતાં. દરમિયાન અમદાવાદ પાસે પહોંચતા તેમને ચાલુ ફરજ પર જ હ્રદય રોગનો હૂમલો થતાં તેમણે બસ થોભાવી દીધી હતી. કંડક્ટર દ્વારા કંટ્રોલમાં જાણ કરી તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખસેડ્યા હતાં. જોકે ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા નિગમના સ્ટાફમાં ભારે ગમગીની છવાઇ હતી.
અંક્લેશ્વરના 2 સરકારી કર્મીઓના 24 કલાકમાં જ હૃદય રોગના હુમલાથી મોત
Views: 38
Read Time:1 Minute, 34 Second