નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપલા ખાતે ગેસલાઈન ની જાહેરાત બાદ 12 વર્ષે યોજના આવી અને જે પણ એટલી ધીમીગતિએ કામગીરી ચાલી રહી છે. કે લોકો રૂપિયા ભર્યા ને રાહ જોઈ રહયા છે. પણ કનેક્શનો નથી મળી રહ્યા એતો ઠીક વડિયા ગામની સનસિટીના રહીશોએ તો બે વાર ફરિયાદ કરી કે ઘરના આંગણામાં જે ખાડા પાડી જતા રહ્યા છો તે પૂરીને કમ્પ્લીટ ક્યારે કરશો તો આજે આવીએ, કાલે આવીયે કરીને એક મહિનો કર્યો પણ કનેક્શનો માટે ખાડો પાડ્યો છે તે પૂર્યા વગર છુમંતર થઇ ગયા છે કે ખાડો પૂરવા ની ગેસ કંપનીના કોન્ટ્રાકટરોને તકલીફ પડતી હોય,આ સાથે જ્યા ગેસ કનેક્શન આપે તે લાઈન ખોદે બાદમાં તેમને પૂરીને સિમેન્ટ થી કમ્પ્લીટ કરવાની બાબત ટેન્ડર માં હોવા છતાં કોન્ટ્રાક્ટર તેનો ખર્ચ સ્થાનિક રહીશ પર થોપવાની કોશિશ કરે છે જે બાબતે પણ ગુજરાત ગેસ કંપનીના કોન્ટ્રાકટરો ની લાલીયાવાડી ની સ્થાનિક રહીશો ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરી રહયા છે.રાજપીપલા નજીક વડિયા ગામે આવેલ સનસીટી માં રહેતા મયંક ભાવસારે જણાવ્યું હતું કે ગત 22 એપ્રિલ પહેલાનું અમારા ઘર આંગણામાં ગેસ કનેક્શન માટે ખોદકામ કર્યું હતું અને આધુરૃ કામ છોડી કોન્ટ્રાકટર ના માણસો જતા રહ્યા. અમને એવું કે આજે આવે કાલે આવે પણ 15 થી 20 દિવસ થયા કોઈ દેખાયા જ અહીં અમારા ઘર આંગણામાં મોટો ખાડો એટલે જવા આવવામાં મુશ્કેલી કેટલાય લોકો પડ્યા આવું કેટલીય જગ્યાએ અધૂરું કામ પડતું મૂકી ગયા છેએટલે મેં આ 5 મેં 22 ના લેખિત રજૂઆત ઓનલાઇન કરી ત્યારે બે દિવસ માં કરી જઈએ નો જવાબ આપ્યો, પાંચ દિવસ પછી ફરી ફરિયાદ કરી તો પણ જવાબ આવ્યો માણસો આવશે તો સુ આ કોન્ટ્રાકટરો રહીશોને મૂર્ખ સમજે છે. જો તાત્કાલિક આ કામગરી ના કરવામાં આવી તો કોન્ટ્રાક્ટર અને ગેસ કંપનીને કોર્ટમાં લઇ જઈશ ની ચીમકી રહીશોએ આપી છે.
ગેસ કંપનીના કોન્ટ્રાક્ટરે પાઇપ લાઇન માટે ખોદકામ કર્યું, પુરાણ ન કરતાં લોકોમાં રોષ
Views: 65
Read Time:2 Minute, 36 Second