પાનોલી જીઆઇડીસી માં આવેલ સ્ટેન્ડ હાર્ટ ઇનોવેશન કંપનીમાં કન્સ્ટ્રક્શનની કામગીરી ચાલી રહી છે. ગત મધ્યરાત્રે અચાનક ધડાકો થયો હતો અને જોત જોતામાં આગ ભભૂકી ઉઠી હતી. કંપની ખાતે રહેલા સિક્યુરિટી ગાર્ડ તેમજ કામદાર વર્ગ આગના પગલે બહાર દોડી આવ્યા હતા તેમજ કંપની દ્વારા પાનોલી ફાયર ટીમને જાણ કરતા અંકલેશ્વર તેમજ પાનોલી ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. અને 4 જેટલા ફાયર ફાઇટરોની મદદથી 3 કલાકની જહેમતે આગ પર કાબુ મેળવ્યો હતો.આગના પગલે આખે આખો પ્લાન્ટ બળીને ખાક થઇ ગયો હતો. આગ અંગે પાનોલી ચીફ હિંમત ભુરીયાએ જણાવ્યું હતું કે આગ ક્યાં કારણોસર લાગી તે જાણી શકાયું નથી. કંપનીમાં અત્યાર સુધી કોઈ ઘાયલ થયું હોઈ કે મૃત્યુ પામ્યો નથી. ત્યારે 4 જેટલા ફાયર ટેન્ડરની મદદથી હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. ઘટના અંગે ફેક્ટરી ઇન્સ્પેક્ટર કચેરી ખાતે પણ થતા તેમના દ્વારા પણ કંપની ખાતે સ્થળ તપાસ કરવામાં આવી છે.
પાનોલી જીઆઇડીસીની સ્ટેન્ડ હાર્ટ કંપનીમાં આગ, કોઇ જાનહાની નહીં…
Views: 74
Read Time:1 Minute, 24 Second