લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને વાહન ચેકિંગ સઘન બનાવી દેવામાં આવ્યું છે. બી ડિવિઝન પોલીસની ટીમ મહાવીર ટર્નિગ પાસે ચેકિંગ કરતી હતી તે સમયે જીજે-21 ટી-9831 નામની ફોર્સ ટ્રાવેર્લ્સને રોકી તપાસ કરવામાં આવી હતી. ગાડીનો રજીસ્ટ્રેશન નંબર પોલીસની ગુજકોપ એપમાં નાખવામાં આવતાં આ નંબર બીજી 2 ફોર્સ ગાડી નોંધાયેલી હોવાનું બતાવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.ગાડીના માલિક અને હાંસોટના સુણેવખુર્દના રહેવાસી વિજય ધનસુખ પટેલની પૂછપરછ કરવામાં આવતાં તેણે જણાવ્યું હતું કે, તેની પાસે જે ગાડી હાલમાં છે તેનો નંબર જીજે-16 એયુ- 5983 છે પણ પુરતા કાગળ નહિ હોવાથી જીજે-21 ની ખોટી નંબર પ્લેટ લગાવી છે. તેની પાસે અન્ય બે ફોર્સ ટ્રાવેર્લ્સ છે તેને પણ જીજે-21 વાળી નંબર પ્લેટ લગાવીને અવારનવાર ફરતો હતો. ગાડીની વેલિડિટી પૂર્ણ થઇ જવાની સાથે તેનો ખર્ચ વધુ હોવાથી તેણે આ તરકટ રચ્યું હતું. હાલ તો પોલીસે 4.50 લાખની કિમંતની બે ફોર્સ ગાડી કબજે કરી છે. આ મોડસ ઓપરેન્ડીથી તે ટેકસ ચોરી કરતો હતો.
એક જ નંબર પર 3 મિનિ બસ ચલાવી ટેક્સ ચોરી કરતાં ટ્રાન્સપોર્ટરનો ભાંડો અંતે ફૂટી ગયો
Views: 49
Read Time:1 Minute, 31 Second