તાજેતર માં ચેરમેન મહેન્દ્ર ભાઈ વોર્ડ 3 કાઉન્સિલર કરિશ્માબેન ,આણંદ જિલ્લા ભાજપ લઘુમતિ મોરચા કાર્યાલય મંત્રી ફારૂક ખેડાવાલા,અમરશહિદ વહોરા (ચીના કાકા), નિરવભાઈ પટેલ, દ્વારા હોલ નં 2ની મુલાકાત લીઘી હતી. જેના અનુસધાનમાં યુ.સી.ડી. ચેરમેન તથા વોડ નં.3 ના ભાજપ કાઉન્સિલર કરિશ્માબેન ફિરોજભાઈ વહોરા ની લેખીત રજુઆત કરતા આણંદ નગર પાલીકા પ્રમુખ જીગ્નેશ ભાઈ પટેલ , પબ્લીક વર્કસ કમીટી ના ચેરમેન મહેન્દ્ર ભાઈ ની સૂચના ને ઘ્યાન માં લઈ નગર પાલીકા સંચાલિત હોલ નં 2 માં રીનોવેશન કામ તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવ્યુ હતું.
ગ્રાઉન્ડ ફ્લોર મેઈન હોલ માં P.O.P, ફર્સ્ટ ફ્લોર ભોયંતળીયું માં નવી ટાઈટલ, બાથરૂમ તથા ટોઇલેટ નું નવીનીકરણ,રસોડા નું નવીનીકરણ વાઈરીંગકામ, હોલ ની લાઈટ જેવા મહત્વ ના કામ હાલ કરવામાં આવતા નાગરિકો ની શુવીધા મા વધારો થતાં ફાટક વિસ્તાર ના નાગરિકો માં આનંદ ની લાગણી વ્યાપી જવા પામી હતી .
(રિપોર્ટર, ફરહીન બહાદરપુર વાળા, આણંદ)
કોમ્યુંનીટી હોલ નં 2 નું આણંદ નગરપાલિકા દ્રારા સમારકામ થતાં થયેલી કાયાપલટ
Views: 41
Read Time:1 Minute, 33 Second