ભરૂચમાં સુપ્રસિદ્ધ પ્રવાસનધામ કબીરવડને ટુરિસ્ટ સર્કિટ તરીકે વિકસાવવાનો રૂપિયા 50 કરોડનો પ્રોજેકટ છેલ્લા 11 વર્ષથી ગોકળ ગતિએ આગળ ધપી રહ્યો છે. જેમાં ભરૂચ જિલ્લા ભાજપ વર્ષોથી જિલ્લા પંચાયતમાં બિટીપી અને કોંગ્રેસનું રાજ હોવાનું પાંગળુ બહાનુ આગળ ધરી રહી છે.રાજ્ય અને કેન્દ્રમાં ભાજપની સરકાર હોય અને કબીરવડ, મંગલેશ્વર, અંગારેશ્વર તેમજ શુકલતીર્થ પ્રવાસનધામ વિકસાવવા બન્નેએ મંજૂરીની મહોર મારી હોવા છતાં વિકાસ આટલા વર્ષોથી વિલંબમાં હોય તે પ્રજા સમજી શકતી નથી. હવે વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભરૂચનું સુપ્રસિદ્ધ કબીરવડ વિકસાવવાની નેમ જિલ્લા ભાજપ વ્યક્ત કરી રહ્યું છે. જેને પ્રજા માત્ર ઇલેક્શન યરની વધુ એક લાલીપોપ જ હાલ તો ગણાવી રહી છે.છેલ્લા 11 વર્ષમાં કેટલાય સર્વે, જાહેરાત, પ્રોટેક્શન વોલની કામગીરી, વોટર સ્પોર્ટ્સ, રોપ વે, બોટીંગ સહિતનું આયોજન કરવામાં આવનાર હતું. જોકે હજી સુધી અંગારેશ્વર, મંગલેશ્વર, કબીરવડ ખાતે ધોવાણને અટકાવવા પ્રોટેક્શન વોલની કામગીરી જ પૂર્ણ કરવામાં આવી નથી. ત્યારે આ ચાર યાત્રાધામને પ્રવાસન હેઠળ વિકસાવવાની કામગીરીની ગાડી હજી ઉપડી શકી જ નથી. હવે વિધાનસભાની ચૂંટણીના ગણતરીના મહિનાઓ વચ્ચે કેવી રીતે અને ક્યારે વિકાસ કામગીરી શરૂ કરાઇ છે તે ગ્રામજનો અને જિલ્લાની પ્રજામાં ચર્ચાનો મુદ્દો બન્યો છે.
કબીરવડના વિકાસની સરકારને ચૂંટણી ટાણે જ યાદ આવી, ભાજપ પ્રમુખ મેદાને
Views: 68
Read Time:2 Minute, 2 Second