ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના નવી દીવી રોડ પર આવેલા નર્મદા નગરમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોનાના ઘરેણાં મળી કુલ રૂ. 1.90 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.મળતી માહિતી અનુસાર, અંકલેશ્વરના નવી દીવી રોડ ઉપર જલારામ મંદિર પાસે આવેલા નર્મદા નગરના મકાન નંબર 18માં રહેતા હેમંત ઝીણાભાઈ પટેલ ગત તા. 25 માર્ચથી 27 માર્ચ સુધી પોતાના પરિવાર સાથે સાળંગપુર ખાતે હનુમાન દાદાના દર્શન માટે ગયા હતા. જેઓ ત્યાંથી વડોદરા આવી તેઓના સંબંધીને ત્યાં રોકાયા હતા. આ દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું.જોકે, તસ્કરોએ મુખ્ય દરવાજાનું ઇન્ટર લોક તોડી મકાનમાં પ્રવેશ કરી સોનાના ઘરેણાં મળી કુલ રૂ. 1.90 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ત્યારે મકાન માલિકે ચોરી અંગે અંકલેશ્વર શહેર એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સાળંગપુર હનુમાનજીના દર્શને ગયેલા અંકલેશ્વરના પરિવારના મકાનમાં તસ્કરો ત્રાટકયા; રૂ. 1.90 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર
Views: 37
Read Time:1 Minute, 24 Second