પાણીની લાઈન સાથે ગટરના ગંદા પાણી ભળતાં રોગચાળાની દહેશત…!!
આમોદ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર ત્રણ માં આવેલ ભીમપુરા રોડ નવી વસાહત વિસ્તારમાં છેલ્લા નવ વર્ષથી ગટરના ગંદા પાણી સાથે પીવાના પાણીની લાઇન જાય છે જે ગટરનું ગંદુ પાણી પીવાના પાણીમાં પણ ભરી જતા વિસ્તારના રહીશોને ગંદુ દુર્ગંધ મારતું પાણી પીવાનો વખત આવ્યો છે.વિસ્તારના રહીશ અશોક વાઘેલાએ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં પણ તા.૨૩ જાન્યુઆરી ૨૦૧૪ ના રોજ રજુઆત કરવામાં આવી હતી જેમાં પણ હાલ ઓનલાઈન અરજી ખોલતા હકારાત્મક નિકાલ થયો હોવાનું બતાવે છે.આમોદ પાલિકા તંત્ર દ્વારા છેલ્લા નવ વર્ષથી વિસ્તારના રહીશોની રજુઆત સાંભળવામાં આવતી નથી ત્યારે રોગચાળો ફેલાઈ અને કોઈનું મૃત્યુ થાય તો જવાબદાર કોણ ?તે નગરમાં ચર્ચાનો પ્રશ્ન બન્યો છે.હાલમાં આ વિસ્તારમાં જ ચારથી વધુ વ્યક્તિ બીમાર હોય રહીશોમાં ફફડાટ ફેલાયો છે. સ્વચ્છતા અભિયાન ચલાવતી નગર પાલિકા પછાત વિસ્તારના રહીશોને ચોખ્ખું પીવાનું પાણી પણ પહોંચાડી શકતી નથી તે એક કરુણતા જ કહેવાય. આ બાબતે આમોદ પાલિકાના મુખ્ય અધિકારી સાથે રૂબરૂ મુલાકાત કરતા જણાવ્યું હતું કે એક બે દિવસમાં જ કામ શરૂ કરવામાં આવશે.