![](https://nariprahar.in/wp-content/uploads/2024/04/E9A06260-B765-4B19-A9FA-DE68E0551CDF-1024x768.jpeg)
I/C પોલીસ કમિશ્નર સાહેબ શ્રી વાબાંગ ઝમીર સુરત શહેર નાઓએ આગામી લોકસભા ચૂંટણી અનુસંધાને સુરત શહેર વિસ્તારમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બંને તે હેતુથી ગંભીર પ્રકારના ગુન્હાઓમાં સંડોવાયેલ ભાગેડુ ગુનેગારોને શોધી કાઢવા સારૂ નાયબ પોલીસ કમિશ્નર ક્રાઈમ બ્રાંચ સુરત શહેર નાઓની કચેરીના જાવક ક્રમાંક:ના.૬/ડ્રાઈવ/૫૫૩/૨૦૨૪ થી નાસતા ફરતા આરોપીઓ પકડવા સારૂ ખાસ ઝુંબેશ રાખેલ હોય જે અનુસંધાને જે લાંબા સમયથી પોતાની ધરપકડ ટાળવા સારૂ નાસતા ફરતા હોય તેવા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય જે અનુસંધાને અધિક પોલીસ કમીશ્નર સા.શ્રી કે.એન.ડામોર સેકટર-૨ તથા નાયબ પો.કમિ.સા. શ્રી રાકેશ પી. બારોટ ઝોન-૦૫ સુરત શહેર તથા મદદનીશ પોલિસ કમિ.શ્રી બી.એમ.ચૌધરી કે-ડીવીઝન સુરત શહેર નાઓએ “નાસતા-ફરતા આરોપીઓ” પકડી પાડવા સારૂ કરેલ સુચનાના આધારે પો.ઇન્સ.શ્રી.એ.એસ.સોનારા રાંદેર પો.સ્ટે. તથા સેકન્ડ પો.ઇન્સ.શ્રી.એમ.કે.ગૌસ્વામી રાંદેર પો.સ્ટે.નાઓના માર્ગદર્શન તથા રાહબરી હેઠળ સર્વેલન્સ પો.સ.ઈ શ્રી.બી.એસ.પરમાર નાઓના નેતૃત્વ હેઠળ નાસતા- ફરતા ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા.
દરમ્યાન નાસતા ફરતા સ્કોડના અ.હે.કો.કિરીટસિંહ રામસંગભાઇ બ.નં.૧૭૯ તથા તેમની સાથેના અ.હે.કો.મોબતસિંહ હેમુભા બ.નં.૧૦૦૫ પોલીસ માણસોને મળેલ બાતમી હકીકત આધારે રોની ઉર્ફે મલીંગા રવીભાઈ ઢોડીયા પટેલ રહે-પ્લોટ નં-૧૨૭, ૧૨૭, હળપતી કોલોની ઈસ્લામપુરા ચીમની ટેકરો જુના ડેપો સલાબતપુરા પાવર હાઉસની પાછળ ઉમરવાડા સુરત હાલ રહે-બિલ્ડીંગ નં-એલ/૮, ઘર નં-૧૮૦ એસ.એમ.સી ટેનામેન્ટ, શાસ્ત્રીનગર ખટોદરા કોલોનીની બાજુમા ખરવનગર સલાબતપુરા સુરત મુળગામ-પાટી ફળિયું તા-ગણદેવી જી-નવસારી નાઓને પકડી પાડવામાં આવેલ છે મજકુર આરોપી નીચે મુજબના ગુન્હામાં વોન્ટેડ હોય આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
-: ગુના રજીસ્ટર નંબર તથા કલમ :-
રદિર પોલીસ સ્ટેશન પાર્ટ-બી ગુ.૨.નં.૧૧૨૧૦૦૫૦૨૩૧૬૬૩/૨૦૨૩ NDPS એકટ સને ૧૯૮૫ ની કલમ ૮(સી), ૨૨(બી), ૨૯ મુજબના ગુનાનો નાસતો ફરતો આરોપી
:-કરેલ કામગીરીની વિગત:-
ઉપરોક્ત ગુનાના કામે હકીકત એવી રીતેની છે કે, સને-૨૦૨૪ એન.ડી.પી.એસ ના ગુનાના કામે રાંદેર પો.સ્ટે. બી ગુ.ર.નં.૧૧૨૧૦૦૫૦૨૩૧૬૬૩/૨૦૨૩ NDPS એકટ સને ૧૯૮૫ ની કલમ-૮(સી), ૨૨(બી), ૨૯ મુજબના કામે વોન્ટેડ આરોપી રોની રવીભાઈ ઢોળિયા પટેલ રહે-પ્લોટ નં-૧૨૭, ઈસ્લામપુરા ચીમની ટેકરા જુનો ડેપો ઉમરવાડા સુરત નાઓને પકડી પાડવા સારૂ જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ જે અનુસંધાને પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન અ.હે.કો.કીરીટસિંહ રામસંગભાઈ બ.નં.૧૭૯ તથા અહેઠકો મોબતસિંહ હેમુભાઈ નાઓને ટેકનીકલ સર્વેલન્સના આધારે હકીકત મળેલ કે, “રદિર પો.સ્ટે.ના ડ્રગ્સના કેશમાં વોન્ટેડ આરોપી રોની સ્વીભાઈ ઢોળિયા પટેલ રહે-ઉમરવાડા સુરત નાનો હાલ પોતાની ધરપકડ ટાળવા સારૂ રદિર ચીસ્તીયા ચાર રસ્તા પાસે આવેલ છે જેણે શરીરે રાખોડી કલરનું ટી-શર્ટ તથા આસમાની કલરનું ટ્રેક પેન્ટ પહેરેલ છે જેણે ડાબા હાથે હેંડ બેંડ પાટો બાંધેલ છે” વિગેરે મતલબની બાતમી હકીકતના આધારે સદર નાસતા ફરતા આરોપીને પકડી લઈ પ્રસંશનીય કામગેરી કરેલ છે.
પ્રસંશનીય કામગીરી કરનાર પોલિસ અધિકારીશ્રી/પોલિસ કર્મચારી
(૧) પોલીસ ઈન્સપેકટર શ્રી એ.એસ.સોનારા નોકરી રદિર પો.સ્ટે.સુરત શહેર
(૨) II પોલીસ ઇન્સપેકટર શ્રી એમ.કે.ગૌસ્વામી નોકરી રાંદેર પો.સ્ટે.સુરત શહેર
(૩) પો.સ.ઇન્સ શ્રી બી.એસ.પરમાર નોકરી રાંદેર પો.સ્ટે.સુરત શહેર
(૪) એ.એસ.આઈ કનુભાઈ છગનભાઈ બ.નં-૨૩૮૮
(૫) અ.હે.કો.કિરીટસિંહ રામસંગભાઈ બ.નં-૧૭૯
(૬) અ.હે.કો..મોબતસિંહ હેમુભા બ.નં.૧૦૦૫
(૭) અ.હે.કો.ધર્મેન્દ્રસિંહ નરપતસિંહ બ.નં.૧૫૭૨
(૮) અ.હે.કો કિશોરભાઈ રાજાભાઈ બ.નં-૮૮૯
(૯) અ.પા.કા. ભવાનાસહ હવુભા બ.નં.૩૪૯૧