


ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાના સમર્થનમાં લઘુમતી સમાજ સાથે સામાજિક સંવાદ યોજયો હતો.
ભાજપ ઉમેદવાર મનસુખ વસાવાની વિશેષ ઉપસ્થિતિમાં લઘુમતી સમાજ સાથે સીધો સંવાદ કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ સમાજ અને રાષ્ટ્રના વિકાસ માટે કરેલા કાર્યો વર્ણવાયા હતા. સંવાદમાં હાજર લઘુમતી સમાજના આગેવાનોએ પણ ફરી એકવાર મોદી સરકારનો સુર વ્યક્ત કર્યો હતો. સંવાદમાં જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, પ્રદેશ લઘુમતી મોરચા મહામંત્રી જૈનુલ અંસારી, ઝહીર કુરેશી, મલંગ પઠાણ, ઇમરાન ભઠ્ઠી, લઘુમતી સમાજ પ્રમુખ ગુલામભાઈ, હનીફભાઈ પતંગ, ઈંદ્રિશભાઈ સહિતના મોટી સંખ્યામાં જોડાયા હતા.