Read Time:3 Minute, 33 Second
આજ થી ૩૭ દિવસ પહેલા ઉમરેઠ માં પ્રાઇવેટ હોસ્પિટલ માં અધૂરા માસે વણસોલ ગામ ના આરતીબેન ને ડિલિવરી થઈ હતી બાળક ને કાચ ની પેટી માં મુકવાની જરૂર પડી હતી બાળક ના માતા પિતા દાદા દાદી ઓએ નડિયાદ ની કોઈ ખાનગી હોસ્પિટલ માં લઇ ગયા હતા ત્યાં જગ્યા ના હોવાના કારણે આણંદ કોઈ પ્રાઇવેટ હોસ્પિટલ માં બાળક ને કાચ ની પેટી માં મુકવામાં આવ્યું હતું ૨ દિવસ ત્યાં રાખવામાં આવ્યું ખરચ પણ થયો ૩ દિવસે બાળક ને વેન્ટીલેટર પર મુકવાની જરૂર જણાતા માતા પિતા દાદા દાદી ને ખર્ચો વેન્ટીલેટર નો ભરી શકે તેવી સ્થિતિ માં નોહતા તેઓ ના સગા એ ભાલેજ જનરલ હોસ્પિટલ ના મેનેજમેન્ટ ટીમ ના વોહરા જુનેદ ભાઈ (મોદી) સંપર્ક કર્યો અને પુરી હકીકત જણાવી ભાલેજ જનરલ હોસ્પિટલ ની ટીમ હકીકત જાણી ને પોતાના કર્તવ્યપાલન માં લાગી ગઈ અને આણંદ થી બાળક ને ભાલેજ જનરલ હોસ્પિટલ માં લાવવામાં આવ્યું અને ડોક્ટર પ્રાચી વાણી મેડમ (એમ. ડી. પીડિયાટ્રિક) દ્વારા ચેકઅપ કરી ને તરત જ સારવાર શરૂ કરવામાં આવી અને ભાલેજ જનરલ હોસ્પિટલ માં બાળક ને (એન.આઈ.સી.યુ) માં એડમિટ કરવામાં આવ્યું ત્યારે બાળક નું વજન ૯૫૦ ગ્રામ થી ૧ કિલો નું હતું ભાલેજ જનરલ હોસ્પિટલ ની મેનેજમેન્ટ ટીમ અને ડોક્ટર પ્રાચી વાણી મેડમ તેમજ નર્સિંગ સ્ટાફ મેડિકલ ઓફિસર તમામ લોકો એ ૩૪ દિવસ બાળક ની દિવસ રાત સારવાર કરવામાં આવી આજે બાળક નું વજન ૧ કિલો ૭૫૦ ગ્રામ નું થતા તેઓ ને ૩૪ દિવસે આજે માતા..આરતી બેન (વણસોલ) વિદાય આપવામાં આવી એક પણ રૂપિયો ખર્ચ વગર ગુજરાત ગવર્મેન્ટ ની સ્કીમ આયુષ્યમાન કાર્ડ થકી મફત માં બાળક ની સારવાર કરી આપવામાં આવી અને જ્યારે આયુષ્યમાન કાર્ડ પણ નતું તેની નીકાળવાની પ્રોસેસ પણ ભાલેજ જનરલ હોસ્પિટલ દ્વારા કરી આપવામાં આવી હતી ભાલેજ જનરલ હોસ્પિટલ ની સમાજ ઉપયોગી નીતિ સાફ છે કોઈ ને પણ ખોટો ખર્ચ ના થાય દરેક સમાજ ના રૂપિયા બચે અને જો તેઓ આયુષ્યમાન કાર્ડ ના હકદાર છે તો તેઓ ને આયુષ્યમાન કાર્ડ કાઢી પણ આપે છે અને તેના થકી સારવાર પણ મફત માં કરી આપે છે જો તમારા પરિવાર માં,સમાજ માં,ગામમાં કોઈ પણ બીમાર હોય ઓપરેશન ની જરૂર હોય તો તાત્કાલિક મુલાકાત લેવા માટે જુનેદ મોદી દ્વારા જણાવતા કહ્યું કે આ ભાલેજ જનરલ હોસ્પિટલ તમારી પોતાની જ હોસ્પિટલ છે,
અમો તમારો પરિવાર છીએ અમારે ત્યાં આવ્યા પછી તમારી તમામ તકલીફ અમારી બની જશે.
(રિપોર્ટર, ફરહીનબહાદરપુરવાળા, આણંદ)