ભરૂચ શહેરના એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન સહિતના વિસ્તારમાં ભરૂચ પોલીસ દ્વારા જગન્નાથ રથ યાત્રાના રૂટ પર ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 100થી વધુ પોલીસકર્મીઓ હાજર રહ્યાં હતાં. આગામી 1 જૂલાઇના રોજ અષાઢી બીજના રોજ શહેરના ફૂરજા વિસ્તારમાંથી દર વર્ષની જેમ ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળશે. ભગવાન જથન્નાથની રથયાત્રા કોમી એખલાસ વચ્ચે શાંતિપુર્ણ માહોલમાં યોજાય અને કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ભરૂચ એસપી ડો. લીના પાટીલની આગેવાનીમા ફ્લેગમાર્ચ યોજાઇ હતી.જેમાં મદદનિશ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા, એલસીબી તેમજ એસઓજી પીઆઇ તથા ભરૂચ એ ડિવિઝન અને બી ડિવિઝનના પીઆઇ સહિત 100થી વધુ પોલીસ અધિકારી અને કર્મીઓએ રથયાત્રાના સમગ્ર રૂટ પર ફ્લેગમાર્ચ કરી રથયાત્રાના દિવસે સુલેહશાંતીભર્યું વાતાવરણ રહે તે માટેની કવાયત હાથ ધરી હતી. ઉપરાંત રથયાત્રાન દિવસે પણ સમગ્ર રૂટ પર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા સાથે વાતાવરણને ડહોળવાનો પ્રયાસ કરનારા શખ્સો સામે કડક કાર્યવાહી કરાશે તેમ પોલીસે જણાવાયું હતું.
ભરૂચના સંવેદનશીલ વિસ્તારોમાં રથયાત્રા પૂર્વે પોલીસની ફ્લેગ માર્ચ
Views: 74
Read Time:1 Minute, 37 Second