ત્રાલસામાં આવેલ મનોદિવ્યાંગ બાળકોની નિશુલ્ક નિવાસી શાળા અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થાના સ્થાપકશ્રી પ્રવીણભાઈ પટેલની 75 મી વર્ષગાંઠ અને સંસ્થાના સ્થાપના ના 20 વર્ષ પૂર્ણ થયા તેની ઉજવણી સંસ્થા પર કરવામાં આવી. સંસ્થાના સ્થાપક શ્રી પ્રવીણભાઈ પટેલે આજથી ૨૦ વર્ષ પહેલા ઉત્તમ ભાવ સાથે પોતાની મૂડીથી સંસ્થાના પાયા નાખ્યા અને આજે સંસ્થા દ્વારા ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે સંસ્થાના સ્થાપક પ્રવીણ પટેલની 75મી જન્મદિન નિમિત્તે સવારે વૈદિક મંત્રોથી ગાયોનું પૂજન કર્યું.અને તેમના જન્મદિન નિમિત્તે સંસ્થામાં ગાયત્રી યજ્ઞ વૈદિક મંત્રો સાથે કર્યો . સંસ્થાના મનો દિવ્યાંગ બાળકો, સ્ટાફ સાથે યજ્ઞમાં વૈદિક મંત્રો બોલી આહુતિ આપી .ત્યારબાદ સાંજે મનો દિવ્યાંગ બાળકો, સ્ટાફ, ગામના આગેવાનો તથા સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી પ્રણવભાઈ ભટ્ટ અને ઉપપ્રમુખ શ્રી ભરતભાઈ ચુડાસમા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મંડોરી સાહેબ, મુનીયા સાહેબ અને તેમનો સ્ટાફ, મન મંત્રી સંસ્થા ભરૂચના સ્થાપક જયેશભાઈ પરીખ, usa થી પધારેલા મહેમાનઓ વગેરે ઉપસ્થિત રહી પ્રવીણભાઈની 75 મી જન્મ જયંતી ખૂબ ધામધુમ થી ઉજવણી કરવામાં આવી.. સંસ્થાના ટ્રસ્ટી મંડળ દ્વારા સ્થાપકશ્રી પ્રવીણભાઈ પટેલ અને અરુણાબેન પટેલનું સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યુ. સંસ્થાના મનો દિવ્યાંગ બાળકો એ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરીને શુભેચ્છાઓ પાઠવી. તેવીજ રીતે સંસ્થાના દરેક કર્મચારીઓએ સ્થાપકશ્રીના જન્મદિવસની ઉજવણી ખૂબ ધામધૂમથી કરવામાં આવી. દરેક સ્ટાફ મિત્રોએ સમૂહ ગીત ગાઈને જન્મદિનની શુભેચ્છા પાઠવી. પ્રવીણભાઈ પટેલે જીવનના 75 વર્ષ સુધી સમાજને ઘણું બધું આપ્યું છે. સમાજ સેવા કરી તેઓએ જીવનને સાર્થક બનાવ્યું. સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી પ્રણવભાઈ ભટ્ટ , ઉપપ્રમુખ ભરતભાઈ ચુડાસમા અને જિલ્લા સમાજ સુરક્ષા એ.વાય મંડોરી એ પ્રવીણભાઈ ને શુભેચ્છા પાઠવીને ખૂબ લાબુ જીવે અને સમાજની સેવા કરી શકે તેવી પરમાત્માને પ્રાર્થના કરી.
અસ્મિતા વિકાસ કેન્દ્રના સ્થાપકના 75 માં જન્મદિન અને સંસ્થા ના 20 માં સ્થાપના દિનની ઉજવણી…
Views: 31
Read Time:3 Minute, 3 Second