હાંસોટનાં રિલાયન્સ પેટ્રોલ પંપ ખાતે પેટ્રોલપંપના કર્મી સાથે રૂ. 40 હજારની ચીલ ઝડપ
હાંસોટ પેટ્રોલ પંપ પર રાકેશભાઈ ઠાકોરભાઈ પટેલ રહે, દાંત્રાઈ ફળિયું, હાંસોટ, ભરૂચનાઓ છેલ્લા 6 મહિનાથી ફિલર તરીકે કામ કરી રહ્યા હતા. પેટ્રોલ પંપ પર કુલ 5 માણસો 2-2 શિફ્ટ ડ્યુટી કામ કર્યા હોય છે જેથી ફરિયાદી રાકેશભાઈ સેકન્ડ શીફ્ટમાં ફિલર તરીકે કામ કરી રહ્યા હતા.
મળતી માહીતી અનુસાર રાકેશભાઈ જયારે પેટ્રોલ ફીલર કરી રહ્યા હતા તે દરમ્યાન સાંજે સાતેક વાગ્યાના અરસામાં એક ઈસમ રાકેશભાઈ પાસે ગયો અને તેણે મોઢા પર માસ્ક પહેરેલું હતું તેણે રાકેશભાઈને જણાવ્યું કે ‘ તેણે મોટી કેસની નોટો જોઈએ છે તેની પાસે સો અને બસ્સોની નોટો છે. ગ્રાહકની લાંબી કતાર થવાને કારણે રાકેશભાઈએ તેણે પછી આવવા જણાવ્યું હતું પણ તેણે ઓફિસ પાસે જઈને મેનેજર ચેતનભાઈ સાથે ઉભા હિમેશ વાતચીત કરી હતી અને ત્યાર તે ઈસમ ફરીથી રાકેશભાઈ પાસે આવ્યો તે સમય દરમિયાન કોઈ ગ્રાહક ન હતું અને રાકેશભાઈ પાસે રૂ.40,000/-ની રોકડ રકમ હતી જેમાં પાંચસો અને બે હજારની મોટી નોટો હતી. તે સમય દરમિયાન ઇસમે રાકેશભાઈને જણાવ્યું કે તેની મેનેજર અને પેટ્રોલ પંપનાં માલિક સાથે વાતચીત થઈ ગઈ છે જેથી તે મોટી નોટો તે ઈસમને લઇ કેવા કહ્યું અને રાકેશભાઈએ તેમની પાસેના રોકડ 40,000/- રૂપિયા આપી દીધા હતા.
પેટ્રોલ પંપ રોડની સામે એક ફોર વ્હીલ ઉભેલા છે જેમાં ભરતભાઈ નામના માણસ પાસેથી 40,000/- લાવવાનું રાકેશભાઈને કેવામાં આવ્યું પરંતુ ગાડી પાસે જતા તેમાં કોઈ ભરતભાઈને ન મળતા તેની બાજુમાં ઉભેલા મરૂન એક્ટિવા પર ઈસમ પૈસા લઈને ફરાર થઇ ગયો હતો તેણે રાકેશભાઈ દ્વારા ઘણી બૂમો પાડવા છતાં તે નાસી ગયો હતો. જેની ફિલર રાકેશભાઈ અને પેટ્રોલ પંપ માલિક વિજય ભાઈએ તે ઈસમ વિરૂધ્ધ 40,000/- રોકડાની ગફલતભારું રીતે લઈને નાસી જવા હાંસોટ પોલીસને ફરિયાદ નોંધી હતી.