અંકલેશ્વર GIDCની બેલ કંપની નજીક જાહેરમાં જુગાર રમતા 10 જુગારીઓને પોલીસે જુગાર રમતા રંગે હાથ ઝડપી પડ્યા હતા. પોલીસે તેમની પાસેથી રૂ.36,530 રોકડા અને 36 હજારની કિંમતના 9 મોબાઈલ મળી કુલ રૂ.72,530નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.અંકલેશ્વર અજમાયશી આઈ.પી.એસ લોકેશ યાદવના માર્ગદર્શન હેઠળ GIDC પોલીસ મથકની સર્વેલન્સ ટીમ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે, બેલ કંપની નજીક ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા છે. જે માહિતી આધારે સર્વેલન્સ સ્કોર્ડની ટીમે બેલ કંપની નજીકના એરિયાને કોર્ડન કરી સર્ચ કરતા જાહેરમાં પાના પત્તાનો જુગાર રમતા 10 જુગારીને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી અજીત કુમાર યાદવ, જીતેન્દ્ર ગૌતમ ,ગોપાલ કુમાર યાદવ, દિલીપ કુમાર યાદવ , સુખરામ રાવત, રામ મૂરત ચૌહાણ,વેજનાથ મંડલ, સંતોષ મંડલ, રાજેન્દ્ર મંડલ, અને શાહરુખ ખાનની સ્થળ પર ધરપકડ કરી હતી. તેમની અંગઝડતી લેતા અંદરથી રોકડ રૂ.20,360 તેમજ દાવ પર લાગેલા રૂ.16,270 મળી કુલ રૂ. 36,530 રોકડા તેમજ 9 મોબાઈલ મળી કુલ રૂ.72,530 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જયારે તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.
બેલ કંપની નજીક જાહેરમાં જુગાર રમતા 10 જુગારીઓનો ઝડપી પાડ્યા, પોલીસે રોકડા રૂપિયા અને મોબાઈલ મળી કુલ 72 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો
Views: 220
Read Time:1 Minute, 50 Second