0
0
Read Time:1 Minute, 9 Second
હાલ જ્યારે સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ ભરડો લીધો છે ત્યારે લીંબડી આમ આદમી પાર્ટી દ્વારા લીંબડી શહેરમાં 6 એકસીમીટર અને ગ્રામ્ય વિસ્તારમાં બે એકસીમીટર મશીન આમ આદમી પાર્ટી દ્વારા કાર્યકરોને ફાળવવામાં આવેલ છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ખુણે ખુણે અને ગલીએ ગલીએ લોકોનું ઓક્સિજન લેવલ તપાસવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે જે વ્યક્તિનુ ઓક્સિજન લેવલ 95 થી ઓછુ આવે તેવા લોકોને આમ આદમી પાર્ટીના કાર્યકરો ઇ હોસ્પિટલમાં તપાસ અને સારવાર અર્થે સલાહ આપવામાં આવે છે. ત્યારે આમ આદમી પાર્ટીના પરસોત્તમભાઈ મકવાણા દ્વારા જણાવાયું હતું કે હાલ ચાલી રહેલ કોરોના મહામારી વચ્ચે અમે લોકોની મદદ કરવા સંપુર્ણ રીતે તૈયાર છીએ.