0
0
Read Time:1 Minute, 0 Second
સાઉથ આફ્રિકાના જાંબિયામાં માર્ગ અકસ્માતની ઘટના બની હતી. જેમાં મૂળ ભરૂચના જંબુસરના કાવીના યુવાનનું મોત થયું હતું. જેથી વતનમાં શોકનું મોજુ ફરી ગયું છે.મૂળ જંબુસર તાલુકાના કાવી ગામના અને હાલ પાલેજ રહેતા સલમાન બશિર પઠાણ વર્ષ 2021- 22 માં વર્ક પરમીટ ઉપર દક્ષિણ આફ્રિકા ગયા હતા. રોજગારી માટે ગયેલા સલમાન જાંબિયામાં પોતાના મોપેડ પર જઈ રહ્યાં હતાં. ત્યારે તેઓના મોપેડને કન્ટેનરે અડફેટે લીધું હતું. અકસ્માતમાં તેઓનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું. સલમાન બશિર પઠાણ નોકરી પરથી તેઓની મોપેડ પર ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે અકસ્માત સર્જાયો હતો. તેઓના નિધનને લઈ ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.