
ભરૂચ એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી વલસાદનો એક આરોપી નાસતો-ફરતો હતો.તેને એસઓજી પોલીસે માહિતીના આધારે ભરૂચના રેલ્વે ગોદી પાસેથી ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધો છે.ભરૂચ જિલ્લા એસઓજીની ટીમ રાજ્યના તથા રાજય બહારના નાસતા ફરતા આરોપીઓ પકડવાની કામગીરી કરી રહ્યા હતાં. આ સમયે એસઓજી પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર જુલાલભાઇને માહિતી મળી હતી કે,ભરૂચના એ ડીવીઝન પોલીસ મથકમાં વર્ષ 2021 માં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં આરોપી અમીત ઉર્ફે રોહિતસિંહ ઉર્ફે વિનિતસિંહ ઉર્ફે રાધે ઇન્દ્રજીતસિંહ ઠાકોરને વોન્ટેડ જાહેર કરાયો હતો.તે આરોપી હાલમાં ભરૂચ રેલ્વે ગોદી રોડ પાસે હાજર છે.જેથી ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી સદર આરોપી દબોચી લીધો હતો.આરોપીને સી.આર.પી.સી.કલમ 41(1)આઈ મુજબ પકડી અટક કરી આગળની વધુ કાર્યવાહી માટે ભરૂચ શહેર “એ” ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરાઈ છે.જેના પર વલસાડ તાલુકા પોલીસ મથક,પારડી પોલીસ મથક,વલસાડ ટાઉન અને ભરૂચ એ ડીવીઝન પોલીસ મથકમાં ગુના નોંધાયેલા છે.