પત્રકાર એકતા સંગઠનની પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ સાહેબના નિવાસ સ્થાને બેઠક યોજાઈ…

Views: 88
0 0

Read Time:4 Minute, 41 Second

*પત્રકાર એકતા સંગઠન*

ગુજરાતનું એકમાત્ર 28 જિલ્લાઓ માં તાલુકા સાથેની કારોબારી ધરાવતું એક માત્ર પત્રકાર એકતા સંગઠન નું ડેલિગેશન અગાઉ પત્રકારો નાં હિત માટે રજૂઆત કરેલ મુદ્દા ની વિસ્તૃત ચર્ચા માટે વધુ ફરી એકવાર પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા અને પ્રદેશ પ્રભારી શ્રી ગૌરાંગભાઈ પંડ્યા ની પ્રેરક ઉપસ્થિતિમાં શાશક પક્ષ નાં પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબના નિવાસ સ્થાને બેઠક યોજાઈ.

ગત તારીખ 25 જાન્યુઆરી નાં રોજ પત્રકાર એકતા સંગઠન નાં પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા,  પ્રદેશ પ્રભારી શ્રી ગૌરાંગભાઈ પંડ્યા , જુદા જુદા જિલ્લા નાં પ્રતિનિધિ તેમજ પ્રદેશ અગ્રણીઓ દ્વારા પત્રકાર એકતા સંગઠનનાં બેનર હેઠળ ૧૪ જેટલા મુદ્દાઓ શ્રી સી.આર.પાટીલ સમાજ  રજૂ કરવામાં આવ્યા હતા તે સમયે પ્રાથમિક ચર્ચા કરી શક્ય તેટલા મુદ્દાઓ ઉકેલવા બાહેધરી શ્રી સી.આર. પાટીલ દ્વારા અપાઈ હતી ત્યારે આજ રોજ પત્રકાર એકતા સંગઠન ને આ મુદ્દાઓ ની વિસ્તૃત ચર્ચા અંગે આમંત્રણ મળતાં પાછલી વખત જે હોદ્દેદારો પ્રતિનિધિ મંડળ માં જોડાયા હતા તે સિવાય નાં હોદ્દેદારોને સમાવી આ ખાસ બેઠક માં વિસ્તૃત ચર્ચા કરાઇ હતી.

ખુબ જ સકારાત્મક પ્રતિસાદ આપતા ભા. જ.પા. (શાશક પક્ષ) પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબ દ્વારા મોટા ભાગની માંગણીઓ સ્વીકારી અને કાયદાકીય તેમજ ખાતાકીય પ્રણાલી મારફત પત્રકારોના હિત માં જે કંઈ સૂચન કે માર્ગદર્શન કરીને પત્રકારો વધુમાં વધુ લાભ થશે તેવી ખાત્રી આપી હતી.

મુખ્યત્વે પત્રકાર સુરક્ષા કાનૂન, પત્રકાર સુરક્ષા કવચ (વીમો) , જાહેરાત નાં ભાવના દર માં વધારો કરવો , એક્રિડીટેશનની સમય મર્યાદા માં વધારા જેવા ખાતાકીય  કે કાયદાકીય સુધારો વધારો કરવા કટિબદ્ધતા દાખવી હતી.

આગામી સમય માં પત્રકાર એકતા સંગઠન નાં નેજા હેઠળ એક મહા અધિવેશન નું પણ આયોજન કરવામાં આવશે જેમાં રાજકીય આગેવાનો ની ઉપસ્થિત વિશેષ માં સરકાર શ્રી દ્વારા પત્રકારોના હિત માં સ્વીકૃત મુદ્દાઓ અને લાભ ની ગુજરાત ભર ના પત્રકારો સમક્ષ જાહેર મંચ પરથી ઘોષણા કરવામાં આવશે.

આ બેઠક માં જુદા જુદા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવા ગાંધીનગરથી
ગૌરાંગ પંડ્યા, અમદાવાદથી દિનેશભાઈ કલાલ, હસમુખભાઈ પટેલ, અરવલ્લીથી ભરતસિંહ રાઠોડ,  શૈલેષભાઈ પંડ્યા, જયદીપ ભાટિયા,  તેજેન્દ્રસિંહ રાઠોડ , સાબરકાંઠાથી, કિરણભાઈ મલેશિયા, સંજયભાઈ દીક્ષિત,  ધીરૂભાઈ પરમાર, જીતેન્દ્રભાઈ ઉપાધ્યાય,  ભાવિનભાઈ પટેલ, બનાસકાંઠાથી અંબારામ રાવલ, હેમુભા વાઘેલા , જગદીશસિંહ પરમાર પાટણથી કમલેશભાઈ પટેલ, નાનજીભાઈ ઠાકોર, ભાવનગરથી, લાભુભાઈ કાત્રોડિયા, મિલનભાઈ કુવાડીયા,  આર. બી. રાઠોડ,  નીતીનભાઈ ઘેલાણી, હેતલ શાહ, જલદીપભાઈ ભટ્ટ જૂનાગઢથી વિનોદભાઈ ચંદારાણા, રવિન્દ્ર કંસારા, મુકેશભાઈ સખીયા , બોટાદથી રાજુભાઈ શાહ, ધર્મેન્દ્રભાઈ લાઠીગરા અમરેલીથી ભવદીપ ઠાકર, જયભાઈ શુક્લ સુરેન્દ્રનગરથી નાજીમભાઈ ઢુંઢા, ભરૂચથી અતુલભાઈ મુલાણી, સમીમબેન પટેલ, સલમાનભાઈ અમીન, સમીરભાઈ પટેલ, સુરતથી હકીમભાઈ વાના, સતીષભાઈ કુંભાણી,  રીટાસિંઘ રાજપૂત તેમજ વ્યારાથી જનકભાઈ દલાલ જોડાયા હતા.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

સ્પિડ બ્રેકર મૂક્યા તો અકસ્માત વધ્યા, યુથ કોંગ્રેસે ફાનસ દેખાડી તંત્રને જગાડ્યું પણ તંત્ર હજી નિંદ્રામાં

Thu Mar 10 , 2022
Spread the love             ભરૂચ અંકલેશ્વર વચ્ચે જુના નેશનલ હાઇવે નંબર 8 પર નર્મદા મૈયા બ્રિજ અને ગડખોલ ફાટક પર ટી બ્રિજ બન્યા બાદ વાહનો ની સંખ્યા માં વધારો થયો છે. જેને લઇ ગત મહિને 6 થી વધુ લોકોના મોત નિપજ્યા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. જેને લઇ આ માર્ગ […]

You May Like

Breaking News

error: Content is protected !!