ભરૂચમાં ભાજપ ના 5 ધારાસભ્યો અને 1 સાંસદ હોવા છતાં ભાજપ સરકાર ભરૂચ જિલ્લામાં વિકાસ કરવામાં સદંતર નિષ્ફળ રહી હોવાના આક્ષેપ કર્યા.
ભરૂચ બેઠક પર જીત્યા ને અહેમદભાઈ ને ચાલીસ વર્ષ થઈ ગયાં: સંદીપ પાઠક
ભરૂચ બેઠક ઇમોશનલી ચૈતર વસાવા માટે છે. જે જીતી શકે તેવા ઉમેદવાર ઇન્ડિયા ગઠબંધન માંથી ઉતારવામાં આવે તે આવશ્યક છે: સંદીપ પાઠક
કોંગ્રેસ સાથે આ મુદ્દે વાત કરી મનાવી લેવાશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો..
આપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી તેમજ ગુજરાત પ્રદેશ પ્રભારીના સંદીપ પાઠકે ભરૂચ ખાતે આમ આદમી પાર્ટી ના હોદેદારો અને કાર્યકરોની મુલાકાત કરી પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં ભાજપના 5 ધારાસભ્યો અને 1 સાંસદ હોવા છતાં ભાજપ સરકાર ભરૂચ જિલ્લામાં વિકાસ કરવામાં સદંતર નિષ્ફળ રહી હોવાના આક્ષેપ કર્યા હતા. તેમજ આપના ભરૂચ બેઠક પર ચૈતર વસાવાની ઉમેદવારી જીતવા માટે હોવાનું કહ્યું હતું. કોંગ્રેસ એલાયન્સ ધર્મ નિભાવે તે જરૂરી હોવાનું પણ જણાવ્યું હતું. આપ ના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી તેમજ ગુજરાત પ્રદેશ પ્રભારીના સંદીપ પાઠકે ભરૂચ ઝાડેશ્વર સર્કિટ હાઉસ ખાતે આવી પોહચતા આમ આદમી પાર્ટીના હોદેદારો અને કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓએ પત્રકાર પરિષદ યોજી આપ ની ગુજરાત તેમજ રાષ્ટ્રીય સ્તરે ઈન્ડીયા ગઠબંધન અંગે જણાવ્યું હતું કે વોટ શેર અને ભાજપ ને હરાવી શકે તેવા ઉમેદવાર ની પસંદગી કરી હોવાનું કહ્યું હતું. ભરૂચ બેઠક પર ચૈતર વસાવા ની ઉમેદવારી અને કોંગ્રેસ ના મુમતાઝ પટેલ ના નિવેદન અંગે જણાવ્યું હતું કે ભરૂચ બેઠક પર અહેમદ ભાઈ પટેલ ચાલીસ વર્ષ પહેલાં જીત્યા હતા અત્યારે ઇમોશનલી આ બેઠક ચૈતર વસાવા માટે છે. જેઓ ને પૂરા આદિવાસી સમાજ નું સમર્થન છે. જોકે તેઓએ આ મુદ્દે કોંગ્રેસ સાથે વાત કરી સમજાવી શકાશે તેવી પણ આશા વ્યક્ત કરી હતી. તેઓ સાથે આપના ગોપાલ ઇટાલિયા, ધારાસભ્ય ચૈતર વસાવા સહિત અન્ય હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.