
અંકલેશ્વરમાં ગેસની બોટલમાંથી અનઅધિકૃત પરવાના વગર ગેસ રીફિલિંગ કરતાં બે શખ્સોને પોલીસે 11 નંગ ગેસ સિલિન્ડર સાથે અંકલેશ્વર શહેર પોલીસે પકડી પાડયા છે.આ બનાવની મળતી વિગતો અનુસાર પોલીસ મહાનિરીક્ષક હરિકૃષ્ણ પટેલ રેન્જ વડોદરા, પોલીસ અધિકક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઇ અંકલેશ્વર ડિવીઝનનાં માર્ગદર્શન અનુસાર પી.આઇ. એફ.કે. જોગલની સૂચના મુજબ અંકલેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નગરપાલિકા તથા તાલુકા પંચાયત ચૂંટણી અંગે સ્ટેશન ચોકી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન બાતમીદારથી બાતમી મળેલ કે અંકલેશ્વર રોડ ઉપર આવેલ રોનક સ્ટીલ એન્ડ ક્રોકરી સેન્ટર નામની દુકાનમાં મોટા ગેસની બોટલમાંથી નાની ગેસની બોટલમાં ગેસ રીફિલિંગ કરી ગેર કાનૂની વેચાણ કરે છે જે બાતમીનાં આધારે બાતમીવાળી જગ્યાએ આવતા પોલીસ દરોડામાં બે શખ્સો (1) આરીફ ઐયુબ પટેલ (2) તૌસિફ ઐયુબ પટેલ બંને રહેવાસી. ૧૧૨૨ નરીમલની ચાલ રેલ્વે સ્ટેશન પાસે અંકલેશ્વર શહેર હાલ રહે. મ.નં. ૪૮ શક્તિનગરસોસાયટી સુરતી ભાગોળ પાસે અંકલેશ્વર શહેર જી.ભરૂચ હાજર મળી આવેલા અને તેઓની દુકાનનાં પાછળનાં ભાગે ચેક કરતાં નાની-મોટી ગેસની બોટલો નંગ 4 જેની કીં રૂ.7000, રબ્બરની ગેસ રીફીલીંગ પાઈપ નંગ 6 કીં.રૂ 600, ડીજીટલ વજનકાંટો નંગ 1 કીં.રૂ. 3000, ઈલેકટ્રિક મોટર નંગ 1 કીં.રૂ. 9000, ગેસ રીફિલિંગ કરેલ વેપારની રોકડ રકમ રૂ.36,370 મળી કુલ મુદ્દામાલ રૂ. 55,970 ની પોલીસે દરોડા દરમિયાન પકડી પાડયો છે.