Read Time:1 Minute, 37 Second
અસ્મિતા અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થા ની અદામાં ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની એચ આર કમિટી સંસ્થાની મુલાકાતે
ભરૂચ જિલ્લામાં અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થામાં નિશુલ્ક નિવાસી શાળામા અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના એચઆર વિભાગના પ્રતિનિધિઓ તથા સાઈડ હેડ શ્રી રમણ ભાઈ, એચઆર હેડ શ્રી સૌરભભાઈ આવેલ ..તેઓને સંસ્થાના સ્થાપક શ્રીપ્રવીણભાઈ પટેલ અરુણાબેન પટેલ પટેલે આવકાર આપી સંસ્થાની માહિતી આપેલ.
અભ્યાસ સાથે તાલીમ મેળવતા દિવ્યાંગ બાળકો દ્વારા સરસ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરેલ.
છેલ્લા છ વર્ષથી સંસ્થામાં અભ્યાસ સાથે તાલીમ લેતા દસ બાળકો ને દત્તક તરીકે લઈ તેઓનો ખર્ચ તથા શૈક્ષણીક વિભાગ માં વિવિધ રીતે કંપની આર્થિક મદદ કરે છે.. સંસ્થાની મુલાકાતે આવેલ કંપનીના સાઇટ હેડ અને કંપનીના એચઆર હેડ જણાવ્યું કે સંસ્થા ખુબ જ સારું કામ કરે છે તેથી અહીં આવવાનું મન થાય છે .શાળાના આચાર્ય મનિષાબેને તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો. અને સાથે સમૂહ ભોજન લીધેલું હતું.