અમદાવાદ, ગુજરાત – નારાયણા બિઝનેસ સ્કૂલ, ગુજરાત માં 3જી શ્રેષ્ઠ MBA કૉલેજ, EY સાથે તેની વ્યૂહાત્મક ભાગીદારી ની જાહેરાત કરતા ખુબ ગર્વ અનુભવે છે. આ ભાગીદારી નારાયણા બિઝનેસ સ્કૂલના MBA અને PGDM અભ્યાસક્રમમાં 14 મોડ્યુલ ધરાવતા CAFTA પ્રોગ્રામનો પરિચય આપે છે, જે વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકોને એપ્લાઇડ ફાઇનાન્સ, ટ્રેઝરી ફાઇનાન્સ, અને એનાલીટિક્સ માં ગહન જ્ઞાન અને વ્યવહારુ કૌશલ્ય મેળવવાની અનન્ય તક પૂરી પાડે છે. EY વ્યાવસાયિકો દ્વારા રચાયેલ CAFTA પ્રોગ્રામ, નાણાકીય બજારો, જોખમ વ્યવસ્થાપન, આંકડાકીય પદ્ધતિઓ જેવા મુખ્ય ક્ષેત્રોને આવરી લે છે.પાવર BIનો પરિચય, ટ્રેઝરી સ્ટ્રક્ચર્સ, લિક્વિડિટી અને કેશ મેનેજમેન્ટ, કોર્પોરેટ ફાઇનાન્સ, સપ્લાય ચેઇન ફાઇનાન્સ અને ટ્રેડ ફાઇનાન્સ, ઇન્વેસ્ટમેન્ટ અને પોર્ટફોલિયો રિસ્ક મેનેજમેન્ટ, ફાઇનાન્સિયલ રિસ્ક મેનેજમેન્ટ, ટ્રેઝરી એનાલિટિક્સ અને ડેટા એનાલિટિક્સ એ કૌશલ્ય વૃદ્ધિના ભાગરૂપે મુખ્ય ક્ષેત્રો છે.
નારાયણા બિઝનેસ સ્કૂલ અને EY (CAFTA) પ્રોગ્રામે 29મી જાન્યુઆરી 2024ના રોજ એક ખાસ કાર્યક્રમમાં સત્તાવાર MOU પર હસ્તાક્ષર કર્યા હતા.
(રિપોર્ટર, ફરહીન બહાદરપુરવાળા, આણંદ)