ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે જંબુસરમાંથી નશીલા પદાર્થની ફેક્ટરી ઝડપી પાડી 4 લોકો સામે ગુનો દાખલ કર્યો છે. સિગામમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખના પોલ્ટ્રી ફાર્મના શેડમાં ટોળકી કેમિકલ મેન્યુફેક્ચરર યુનિટ ઉભું કરી એફેડ્રિન ડ્રગ્સનું ઉત્પાદન કરતી હતી જેમની પાસેથી 730 ગ્રામ એફેડ્રિન ઉપરાંત ડ્રગનું લીકવીડ રો મટીરીયલ પણ કબ્જે કર્યું છે.ભરૂચ SOGના સબ ઇન્સ્પેકટર નરેશ ટાપરીયા દ્વારા દાખલ કરાયેલી પોલીસ ફરિયાદ અનુસાર પોલીસને જંબુસર તાલુકાના સીગામ ગામમાં નશાના કારોબારની માહિતી મળી હતી. વોચ ગોઠવ્યા બાદ શંકાસ્પદ ગતિવિધિઓ જણાતાં એક પોલ્ટ્રી ફાર્મમાં રેડ કરવામાં આવી હતી. પોલ્ટ્રી ફાર્મના માલિક ભવદીપસિંહ મુકેન્દ્રસિંહ યાદવના ફાર્મ ઉપર પોલીસ પહોંચી ત્યારે કેમિકલ પ્રોસેસની કોઈ પ્રક્રિયા ચાલી રહી હતી. ભવદીપસિંહ ઉપરાંત વેપલામાં ઓમપ્રકાશ સાકરીયા, અમનસિંગ નરેન્દ્રસિંગ અને નિતેષ પાંડે નામના શકશો નશાના કારોબારમાં સક્રિય હતા.નશાના ગેરકાયદે કારોબારમાં 4 શખ્સોની ટોળકીએ લેબ અને ફેકટરી ઉભી કરી હતી. જંબુસર તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેન્દ્રસિંહનો પુત્ર ભવદીપસિંહ ભવ્યરાજ ફાર્મ અને પોલ્ટ્રી ફાર્મનો માલિક છે જેણે જગ્યા અને પ્રોડક્શન માટે બરફની વ્યવસ્થાઓ સાથે આર્થિક સહાય કરી હતી.હાલ અંકલેશ્વરના ભડકોદ્રા અને મૂળ રાજસ્થાન પાલીનો ઓમપ્રકાશ સાકરીયા ભવ્યરાજ ફાર્મ હાઉસમાં રૂમ ભાડે રાખી રહેતો હતો. જ્યારે મૂળ ઉત્તરપ્રદેશ અને હાલ ગડખોલ ગીતા કોમ્પ્લેક્ષમાં રહેતો અમનસિંગ કેમિકલનો જાણકાર હતો.મુંબઈના નાલાસોપારાનો મૂળ જોનપુરનો નિતેશ પાંડે ટેક્નિકલ એક્સપર્ટ અને રંગ બનાવવાનો જાણકાર હતો. આ બંને કેમિકલના જાણકાર છે જેમને આ ડ્રગ્સ તૈયાર કર્યું હતું અને તેને આકર્ષક રંગનો દેખાવ આપ્યો હતો. સ્થળ પરથી એફેડ્રિન ડ્રગ્સનો રૂ. 9.46 લાખનો જજથ્થો, જે બનાવવા વપરાતા અલગ અલગ 7 કેમિકલ્સ, સાધનો, 3 મોબાઈલ અને એક કાર કબ્જે કરી છે.SOG એ યુવા પેઢીને બરબાદ કરનાર એફેડ્રિન ડ્રગની ગેરકાયદે કલેન્ડેસ્ટાઇન લેબ ચલાવતા 3 આરોપીની ધરપકડ કરી કાવી પોલીસ મથકે નાર્કોટિક્સ ડ્રગ્સ અને સાઇકોટ્રોપીક સબસ્ટન્સીઝ એક્ટ હેઠળ ગુનો નોંધાવી આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે કોંગ્રેસ તાલુકા પ્રમુખના ફરાર પુત્ર ભવદીપસિંહની શોધખોળ આરંભી છે.ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે જંબુસરમાંથી નશીલા પદાર્થની ફેક્ટરી ઝડપી પાડી 4 લોકો સામે ગુનો દાખલ કર્યો છે. આ ટોળકી એક સ્થાનિક પોલ્ટ્રી ફાર્મના શેડમાં કેમિકલ મેન્યુફેક્ચરર યુનિટ ઉભું કરી એફેડ્રિન ડ્રગ્સનું ઉત્પાદન કરતી હતી જેમની પાસેથી 730 ગ્રામ એફેડ્રિન ઉપરાંત ડ્રગનું લીકવીડ રો મટીરીયલ પણ કબ્જે કર્યું છે.ભરૂચ સ્પેશીય ઓપરેશન ગ્રુપના સબ ઇન્સ્પેકટર નરેશ ટાપરીયા દ્વારા દાખલ કરાયેલી પોલીસ ફરિયાદ અનુસાર પોલીસને જંબુસર તાલુકાના સીગામ ગામમાં નશાના કારોબારની માહિતી મળી હતી. વોચ ગોઠવ્યા બાદ શંકસ્પ્દ ગતિવિધિઓ જણાતાં એક પોલ્ટ્રી ફાર્મમાં રેડ કરવામાં આવી હતી. પોલ્ટ્રી ફાર્મના મલિક ભવદીપસિંહ મુકેન્દ્રસિંહ યાદવના ફાર્મ ઉપર પોલીસ પહોંચી ત્યારે કેમિકલ પ્રોસેસની કોઈ પ્રક્રિયા ચાલી રહી હતી. ભવદીપસિંહ ઉપરાંત વેપલામાં ઓમપ્રકાશ સાકરીયા, અમનસિંગ નરેન્દ્રસિંગ અને નિતેષ પાંડે નામના શકશો નશાના કારોબારમાં સક્રિય હતા.આ છે નશાના કારોબારીઓ ભવદીપસિંહ મુકેન્દ્રસિંહ યાદવ વોન્ટેડ, આર્થિક સહાય ઓમપ્રકાશ સાકરીયા, ઓરડી ભાડે રાખી, ભંડોળ ભેગું કરતો અમનસિંગ નરેન્દ્રસિંગ, નશીલા ડ્રગ બનાવવાના કેમિકલનો જાણકાર નિતેષ પાંડે, નશીલા ડ્રગમાં રંગ કેવો બનાવવો તેનું જ્ઞાન ધરાવનાર કેમિકલ ફેકટરી લેબ ઉભી કરી ચલાવાતો કારોબારકૌભાંડમાં ચાર શખ્સોની ટોળકીએ નશાનો કારોબાર ચલાવતી હતી. ભવદીપસિંહ પોલ્ટ્રી ફાર્મનો મલિક છે જેણે જગ્યા અને પ્રોડક્શન માટે બરફની વ્યવસ્થાઓ કરી હતી. આ ઉપરાંત ઓપ્રકાશ સાકરીયા આખી ટીમને સાથે રાખી જરૂરી ફાયનાન્સ અને અન્ય મદદો પુરી પડતો હતો. બાકીના બે આરોપી અમનસિંગ અને નિતેશ પાંડે ટેક્નિકલ એક્સપર્ટ છે. આ બંને કેમિકલના જાણકાર છે જેમને આ ડ્રગ્સ તૈયાર કર્યું હતું અને તેને આકર્ષક રંગનો દેખાવ આપ્યો હતો.આ નશો યુવા પેઢીને બનાવે છે શિકારપાર્ટી ડ્રગ એફેડ્રિન ઉત્પાદનનું કૌભાંડ ચિંતાનું કારણ બન્યું છે. આ ડ્રગ્સ જે રેવ પાર્ટીઓમાં તેના ઉપયોગ માટે કુખ્યાત છે, તે વિદ્યાર્થીઓને ઝડપથી શિકાર બનાવી રહી છે. આ ડ્રગ્સનો ગેરકાયદેસર ધંધો દવાના વ્યવસાયની આડમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. દિલ્હી યુનિવર્સિટીની આજુબાજુના હોસ્ટેલ વિસ્તારમાં તેના પુરવઠાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. સૂત્રો અનુસાર અત્યારસુધી આ ડ્રગ્સ ચીન, મ્યાનમારથી યુરોપ અને ખાડી દેશોમાં સપ્લાય કરવામાં આવતું હતું પરંતુ હવે તેનું સ્થાનિક ઉત્પાદન ચિંતાનો વિષય બન્યો છે. દેશમાં સૌથી વધુ વપરાશ દિલ્હી, મુંબઈ, પુણે અને ચંદીગમાં થતું હોવાનું અનુમાન છે. રેવ પાર્ટીઓમાં તેની માંગ સૌથી વધુ છે.પાર્ટી ડ્રગ્સ દવા તરીકે શોધાયા બાદ નશામાં ઉપયોગ વધ્યોનિષ્ણાતોના મતે એફેડ્રિન દવા તરીકે શોધાયું હતું. તે અચાનક શક્તિ, ઉત્તેજના, એકાગ્રતામાં વધારો સાથે ભૂખને નિયંત્રિત કરે છે પરંતુ તેની આડઅસર સામે આવ્યા પછી તરત જ મોટાભાગના દેશોએ તેને પ્રતિબંધિત દવા જાહેર કરી. ત્યારથી તેનું ગેરકાયદેસર બજાર ઝડપથી ફેલાઈ રહ્યું છે. એવું માનવામાં આવે છે કે આ દવા મધ્ય એશિયાના રણમાં જોવા મળતા ‘એફેડ્રા’ નામના છોડમાંથી પહેલાવાર બનાવવામાં આવી હતી. ડ્રગ્સથી કિકના અનુભવના કારણે તેની માંગ રહે છે. તેના ઉપયોગને કારણે હાઈ બ્લડ પ્રેશર અને હાર્ટ એટેકનું જોખમ રહેલું છે. આ દવાના ઉપયોગને કારણે મોટી સંખ્યામાં મૃત્યુ થયા છે. તેનો મોટા ભાગનો પુરવઠો ચીનથી આવતો હોય છે.અંકલેશ્વર GIDC માંથી જ ડ્રગ્સ બનાવવા ખરીદાયેલા 7 કેમિકલ્સકેમિકલ્સ અને ડ્રગ્સના ટેક્નિકલ જાણકાર 2 આરોપી અને આર્થિક ભંડોળ ભેગું કરનાર 3 આરોપી અંકલેશ્વર જીઆઇડીસીમાંથી જ નશીલું ડ્રગ્સ બનાવવા કેમિકલ્સ ખરીદ્યું હતું. ગેરકાયદે ઉભી કરેલી લેબમાંથી FSL ની તપાસમાં ડ્રગ્સ બનનાવવા વપરાતા HCL, ટોલવીન, મોનો મિથાઇલ, ઇથર, સોડા એસ, કોસ્ટિક સોડા, બ્રોમીન સહિતના કેમિકલ્સ મળી આવ્યા હતા.
Bharuch news
Breaking News
Crime
Gujarat news
International affairs
local news
National news
politics
જંબુસરના સિગામમાં કોંગ્રેસ તાલુકા પ્રમુખના ફાર્મહાઉસમાં નશીલા પદાર્થ બનાવવાની ફેકટરી ઝડપાઇ…
Views: 80
Read Time:8 Minute, 58 Second