મહિલા સશક્તિકરણ, પર્યાવરણ બચાવો જેવી અનેક મુહિમો સાથે મુંબઈના પ્રથમ સાયકલીસ્ટ મહિલા મેયર ભરૂચ આવી પહોંચ્યા

Views: 44
0 0

Read Time:2 Minute, 12 Second

મુંબઈથી ધોળાવીરાના પ્રવાસે જતા ફિરોઝા દાદા ભરૂચ આવી પહોંચતા ભરૂચનાં સાયકલિસ્ટ સ્વેતા વ્યાસ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

ભરૂચ જિલ્લામાં સાઈકલીસ્ટો દ્વારા અનેક કીર્તિમાન સ્થાપિત કરવામાં આવ્યા છે, જેમાં એક નામ સ્વેતા વ્યાસનું પણ આવે છે. ભારતભરમાંથી પ્રવાસે નીકળેલ સાઈકલીસ્ટો ભરૂચ આવતાંની સાથે સ્વેતા વ્યાસની પણ મુલાકાત લેતા હોય છે. ત્યારે આજરોજ ભરૂચ ખાતે મુંબઈના પ્રથમ સાયકલિસ્ટ મેયર અને સ્માર્ટ કમ્યુટ ફાઉન્ડેશનના ડિરેક્ટર ફિરોઝા દાદને ભરૂચ આવી પહોંચ્યા હતા. ભરૂચનાં સાયાકલીસ્ટ સ્વેતા વ્યાસ સાથે મુલાકાત સાથે તેઓએ જણાવ્યું હતું કે, “ધોળાવીરાની ટુરનો ભાગ બનીને હું રોમાંચિત છું, કારણ કે ટકાઉ મુસાફરીને પ્રોત્સાહન આપવું એ મારા માટે માત્ર પ્રવાસ નથી, પરંતુ સમગ્ર વિશ્વ માટે હરિયાળા અને સ્વસ્થ ભવિષ્ય માટે પ્રતિબદ્ધતા છે. સાયકલિંગ એ માત્ર એક રમત નથી પરંતુ જીવન જીવવાની રીત છે અને માનસિકતા અને ટકાઉપણુંમાં પરિવર્તન લાવવાનું સાધન છે.” સામાજિક કાર્ય સાથે જોડાયેલ મહિલા મેયર દ્વારા વિવિધ યોજનાઓ અને આર્થિક ભંડોળના આધારે મુંબઇમાં મહિલાઓને આર્થિક સક્ષમ બનાવવા અનેક રીતે મદદ કરતા આવ્યા છે. તેમજ મહિલા શશક્તિકરણ અને પર્યાવરણની જાળવણી અંગે તેઓ ચિંતિત થઈ લોકોને જાગૃત કરવા સાઇકલ લઈ મુંબઈથી ગુજરાતના પ્રવાસે નીકળ્યા છે. જોકે ભરૂચ બાદ તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ પ્રયાણ કરી આગળની સફળ ચાલુ રાખશે તેમ તેઓએ જણાવ્યું હતું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

વડોદરા-ભરૂચ વચ્ચે પેસેન્જર ભરવાનામામલે બે ઇકોના ચાલકો વચ્ચે ધિંગાણું

Fri Feb 2 , 2024
Spread the love              ભરૂચની ઝાડેશ્વર ચોકડી પરપેસેન્જર માટે ઉભી રહેતી ઇકોકારના બે માલિક વચ્ચે ધિંગાણુંસર્જાયું હતું.બનાવ સંદર્ભે સીડિવિઝનમાં ફરિયાદ નોંધાઇ છે.વડોદરાના કરજણ તાલુકામાંઆવેલાં દિવી ગામે રહેતોજાવીદ હસન પટાલા ભરૂચ-વડોદરા વચ્ચે પેસેન્જરમાંઇકો કાર ફેરવે છે. રાત્રીના 2વાગ્યાના અરસામાં તે તેની ઇકોકાર લઇને ઝાડેશ્વર ચોકડીએપેસેન્જર ભરવા માટે આવ્યોહતો. તેણે તેની કાર લાઇનમાંઉભી […]
વડોદરા-ભરૂચ વચ્ચે પેસેન્જર ભરવાનામામલે બે ઇકોના ચાલકો વચ્ચે ધિંગાણું

You May Like

Breaking News

error: Content is protected !!