ભરૂચ તાલુકાના હાંસોટ તાલુકાના વાગરા તાલુકાના ભરૂચ જિલ્લાના તથા ઝોન-૩ ના પ્રભારી સહિતના સભ્યો તથા હોદ્દેદારોએ હાજરી આપી હતી. મીટીંગ ની શરૂઆત પત્રકાર એકતા સંગઠન ગુજરાતના પાયો નાખનાર સ્વ. સલીમભાઈ બાવાણી ને બે મિનીટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત તમામ પત્રકારો ના સુચનો લેવામાં આવ્યા હતા ભરૂચ તાલુકા પ્રમુખ અબ્બાસભાઈ પેઇન્ટર એ જણાવેલ કે જીવના જોખમે વર્તમાન સમયની કોરોનાની મહામારી માં પત્રકારત્વ કરતા પત્રકારને સન્માન પત્ર આપવું જોઈએ વિરલ ગોહિલે સંગઠનના સભ્યો ને ઓળખ પત્ર તથા ડ્રેસ કોડ અંગેનું સુચન કરેલ હતું. તેમજ સંગઠન સ્થાનિક લેવલે સામાજિક પ્રવૃત્તિ કરે તથા નવા પત્રકારોને તાલીમ આપવામાં આવે એમ જણાવેલ. રિઝવાન સોડાવાળા નું સૂચન હતું કે મેડિકલ ની સુવિધા તથા જીવન વીમા નો લાભ પત્રકારને મળે તે જરૂરી છે. સલમાન અમીને જણાવેલ દિવસ દરમિયાનની પત્રકારની કામગીરી ની ચર્ચા વિડિયો એપ્લિકેશન દ્વારા રાત્રે 9 ના સમયે હાથ ધરવી જોઈએ કોરોના પોઝિટિવ દર્દીને પ્રોત્સાહને મળે તેવો કાર્યક્રમ કરવો જોઈએ સજદા ધાણાની નું સૂચન હતું કે પત્રકારો વિરોધ થતી ખોટી એફઆઈઆર અંગે સત્સંગ વહીવટીતંત્ર સમક્ષ રજૂઆતો કરી ન્યાય અપાવવા કાર્યવાહી કરવી જોઈએ. શરમેશ વસાવાએ જણાવેલ કે પત્રકાર એકતા સંગઠન ને જણાવેલ કે વેબસાઈટ બનાવવામાં આવે તેમાં દરેક સભ્યોના નામ હોદ્દો તથા મોબાઇલ નંબર અને જિલ્લા વાર તથા માહિતી અપલોડ કરવામાં આવે. અશોક સોલંકી એ પ્રવાસ કાર્યક્રમ કરવા અંગે જણાવ્યું હતું પીરુભાઈ મિસ્ત્રી જણાવેલ કે નવા સભ્યોની નિમણૂક કરવામાં આવે તેમજ પત્રકાર એકતા સંગઠનના મંત્રી ભરૂચ તાલુકા દ્વારા વસંતભાઈ ગોહિલે એ કહેલ કે સંગઠનના સભ્યો તથા હોદ્દેદારોએ મિટિંગમાં ફરજિયાત હાજર રહેવું પડશે ફોટોગ્રાફી ની ટ્રેનીંગ આપવા માટે ભાવેસ સિંહ ગોહિલે જવાબદારી ઉપાડી હતી. ધબકાર ન્યૂઝ ના વરિષ્ઠ પત્રકારે હાજરી આપેલ છે. સમીમ બેન પટેલ એ જણાવેલ કે આંતરિક વાદવિવાદ છોડી સંગઠન આગળ વધે તે અંગેની સૂચના આપી હતી. તેમજ આવામે ગુજરાત ન્યૂઝ પેપર ના માલિક સૈયદ અનિશા અબ્બાસ ની હાજરી પણ નોંધનીય હતી.આ પ્રસંગે જોન પ્રભારી ધર્મેશ ભાઈ મિસ્ત્રી તથા તાલુકા પ્રમુખ સૈયદ અબ્બાસભાઈ રોશન ( પેન્ટર) હાજરીમાં તમામ સૂચનો લેવામાં આવ્યા હતા.તેમજ આ તમામ સૂચનો લીધા બાદ તે અંગે ઊંડાણમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. વિવિધ સૂચનો અંગે ઠરાવ કરી કેટલાય સૂચનોને મંજૂર રાખી બીજા વધુ પડતા સૂચનો પ્રદેશ પ્રમુખને મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️
ભરૂચ તાલુકા એકતા પત્રકાર સંગઠન દ્વારા આજરોજ ભરૂચ મુકામે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. તેમજ ઉપસ્થિત પત્રકારોના સૂચનો લેવામાં આવ્યા હતા.
Views: 78
Read Time:3 Minute, 53 Second