ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ એક્શનમાં, 20 પોલીસ જવાનોની તાત્કાલિક અસરથી હેડ કવાટર્સમાં બદલી

Views: 81
0 0

Read Time:2 Minute, 4 Second

•વહીવટી કારણોસર અને જાહેરહિતમાં જે તે પોલીસ મથકેથી સાગમટે પોલીસ જવાનોને હેડ કવાટર્સને હવાલે કર્યા

•બદલી પામેલા પોલીસ જવાનોમાં LCB, દહેજ, ભરૂચ સિટી, અંકલેશ્વર GIDC, રાજપારડી, વાલિયા, જિલ્લા ટ્રાફિકનો સમાવેશ

ભરૂચ જિલ્લા પોલીસ વડા તરીકે ડો. લીના પાટીલે હવાલો સંભાળ્યા બાદ જ એકાશન મોડમાં આવી ગયા હતા. જિલ્લામાં પ્રોહીબિશન, જુગાર સહિતની અસામાજિક અને ગેરકાયદેસર પ્રવૃતિઓ ઉપ ગાજ વરસાવી શરૂ કરી દીધી હતી.લો એન્ડ ઓર્ડર જાળવવા સાથે ગુનાખોરી અટકાવવા અને અસામાજિક પ્રવૃતિઓ ડામવા જિલ્લા પોલીસ તંત્રને એલર્ટ મોડમાં કરી દીધું હતું.બીજી તરફ હવે ડિપાર્ટમેન્ટમાં પણ તેમણે વહીવટી કારણોસર અને જાહેરહિતમાં પગલાં લેવાના શરૂ કર્યા છે. મંગળવારે DSP ડો. લીના પાટીલ દ્વારા સાગમટે 20 પોલીસ જવાનોની બદલીના ઓર્ડરો કરવામાં આવતા પોલીસ બેડામાં સોપો પડી ગયો છે.લોકલ ક્રાઈમ બ્રાન્ચ, ભરૂચ એ, બી, સી ડિવિઝન, અંકલેશ્વર GIDC, દહેજ મરીન, રાજપારડી, આમોદ, હાંસોટ, જિલ્લા ટ્રાફિક અને પેરોલ ફ્લો સ્કવોર્ડમાં હાલ ફરજ બજાવતા 20 પોલીસ કર્મચારીઓને હેડ કવાટર્સના હવાલે કરી દેવાયા છે. હેડ કવાટર્સમાં 20 પોલીસ જવાનોની સામુહિક બદલી કરી તેઓની હાજરી રોલકોલ માટે પણ જે તે અધિકારીને સૂચન કરાયું છે. જો બદલી કરાયેલ પોલીસ જવાન હેડ કવાટર્સ ઉપર ગેરહાજર રહે તો તે અંગે પણ રિપોર્ટ કરવા પોલીસ અધિક્ષકે તાકીદ કરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

અંકલેશ્વરના ખરોડ ગામમાં ખાનગી જમીનમાં ખનીજ ચોરી, SDMએ એક કરોડનો દંડ ફટકાર્યો

Wed Apr 13 , 2022
Spread the love             અંકલેશ્વર એસ.ડી.એમ નૈતીકા પટેલ દ્વારા સતત્ત બિન અધિકૃત પ્રવૃતિ ડામવા માટે અલગ અલગ સ્થળે સર્ચ ઓપરેશન કરી રહ્યા છે. જેમાં વધુ એક ઉમેરો કરતા ખરોડ ગામ ખાતે જમીન ખોદી માટી ખનન થતું હોવાની ચોક્કસ માહિતી મળતા ભરૂચ જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર એસ.ડી.એમ નૈતીકા પટેલ દ્વારા પ્રથમ બે […]

You May Like

Breaking News

error: Content is protected !!