હાંસોટ DGVCLનો જુનિયર ઈજનેર 10 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો

Views: 71
0 0

Read Time:2 Minute, 14 Second

આજે પણ લોકોને એક વીજ કનેક્શન મેળવવા માટે ભ્રષ્ટાચારનો સામનો કરવો પડતો હોવાની ઘટના ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાંથી બહાર આવી છે. જ્યાં વીજ મીટર મેળવવા એક વ્યક્તિએ કરેલી અરજી સામે લાંચ પેટે 10 હજાર માંગતા જુનિયર ઈજનેર ભરૂચ ACB ના છટકામાં રંગેહાથ ઝડપાઇ ગયો છે.લાંચિયા ઇજનેરની વિગત મુજબ ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં વર્ગ 2 માં જુનિયર ઈજનેર તરીકે ધવલ મહેશભાઇ પટેલ ફરજ બજાવે છે.હાંસોટ દક્ષિણ ગુજરાત વીજ કંપનીની કચેરી ખાતે ફરીયાદીએ ઇલેક્ટ્રીક મીટર મેળવવા સારુ અરજી કરી હતી. જે અરજીના કામે કોટેશન મુજબ 21191 ભરવાના હતા. અને આ કામના આરોપી લાંચિયા જુનિયર ઈજનેરે ફરીયાદી પાસેથી કોટેશન સિવાયના વધારાના લાંચ પેટે 14 હાજરની માંગણી કરી હતી. જે લાંચની રકમ રકઝકના અંતે 10 હજાર આપવાના નક્કી કરાયા હતા. જે 10 હજારની લાંચની રકમ ફરીયાદી આરોપીને આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપી હતી.ભરૂચ એન્ટી કરપશન બ્યુરો ACB ના પોલીસ ઇન્સ્પેકટર એસ.વી.વસાવા અને તેમની ટીમે સોમવારે જુનિયર ઇજનેરની રંગેહાથે લાંચ લેતા પકડી પાડવા છટકું ગોઠવ્યું હતું. ફરિયાદીની ફરિયાદ આધારે સોમવારે લાંચના છટકાનું આયોજન કરતા, હાંસોટ જુનિયર ઈજનેર ધવલ પટેલ 10 હજારની લાંચની માંગણી કરી, સ્વીકારી પકડાઇ જતા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. લાંચિયા DGVCL ના જુનિયર ઇજનેરને એસીબીએ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ટ્રેપ એસીબી મદદનીશ નિયામક વડોદરાના પી.એચ.ભેસાણીયાની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ઝઘડિયા પંથકમાં ગરમીનો પારો વધતાં બજારો સૂમ સામ, અઠવાડિયામાં 40થી 43 ડિગ્રી તાપમાન નોંધાયું

Tue Apr 12 , 2022
Spread the love             ગરમીનો પ્રકોપ ચારે તરફ છવાયો છે અને આકાશેથી અગનગોળા વરસી રહ્યાનો અનુભવ થઇ રહ્યો છે. ગરમીના કાળા કેરના પગલે મોટાભાગના બજારોના ધંધા-વ્યવહારો પણ ઠંડા થઇ ગયા છે. ગ્રાહકોની અવરજવર તળિયે પહોંચી છે અને વેપારી વર્ગ પણ ગરમીના પ્રકોપથી ચિંતાતુર બની ગયો છે.બપોરે 11થી સાંજે 6 વાગ્યા સુધી બજારો […]

You May Like

Breaking News

error: Content is protected !!