
ગરીબ તેમજ આર્થિક રીતે પછાત વર્ગના લોકોને ધ્યાને રાખી શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીયા દ્વારા ગરમ ધાબળાઓ ટંકારીઆ તથા પાલેજ તેમજ નેશનલ હાઇવે તથા ભરૂચ શહેરના સ્લમ વિસ્તારોમાં રૂબરૂ જઈ જેઓ જેઓ ફૂટપાથ અથવા રસ્તા પર રાત્રી દરમ્યાન ઠંડીમાં ખુલ્લામાં રેન બસેરા કરવાવાળા ગરીબ લોકોને આ ધાબળાઓનું કોઇપણ જાતના ભેદભાવ વગર વિનામૂલ્યે વિતરણ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ રજુ કરી જન સેવા એ જ ઉત્તમ સેવા એ ઉક્તિને સાર્થક સાબિત કરી છે.