હોલી એન્જલ્સ કોનવેન્ટ સ્કુલ દ્ધારા પોતાના કમ્પાઉન્ડનાં ઝાડ કાપી નાખવા પાછળનું આખરે કારણ શું…?
હાલમાં ભારત અને ખાસ કરીને ગુજરાતમાં કોરોના જેવી મહામારી સામે લોકો લડી રહયા છે અને ખાસ કરીને ઓકસીઝન માટે લોકો વલખા મારી રહયા છે અને આવા સમય પર લોકોને પર્યાવરણની રક્ષા અને સુરક્ષાની વાતો તેમજ વધુ વૃક્ષ વાવો, વરસાદ લાવો, તેવી થીમ તૈયાર કરી લોકોને પર્યાવરણ અને ખાસ કરીને વૃક્ષનું જતન કરવા માટે પ્રેરણા આપતા મેસેજ વાયરલ થઈ રહયા છે.
જો કે થોડા સમય પહેલા તાઉતૈ વાવાઝોડામાં ગુજરાત તેમજ ખાસ કરીને ભરૂચને નુકશાન થવા પામ્યું હતું. જેમાં મોટાભાગનાં વૃક્ષો જે ઘણાં વર્ષોથી અડખમ હતા તે પણ ધરાશય થઈ જવા પામ્યા હતા. પરંતુ તેમ છતાં અનેક જગ્યા પર વૃક્ષો અડખમ જોવા મળ્યા હતા. જો કે આ અડીખમ વૃક્ષોને કોઈપણ કારણવર તેને કાપી નાખવામાં આવ્યા હતાં.
તાઉતૈ વાવાઝોડા સામે પણ અડીખમ વૃક્ષો પાંચબત્તીથી મહમંદપુરા તરફના રોડ ઉપર આવેલ હોલી એન્જલ્સ કોનવેન્ટ સ્કુલ, ભરૂચ ખાતે તાઉતૈ વાવાઝોડા બાદ કોઈપણ કારણ વગર સ્કુલનાં કમ્પાઉન્ડમાં આવેલ મોટાભાગનાં ઝાડને કાપી નાખવામાં આવ્યા હતા. જો કે સૌથી ગંભીર બાબત એ છે ન તો આ ટાઈમ પર સ્કુલ ચાલુ છે કે ન તો કોઈપણ જાતનું આ ઝાડ સ્કુલને નુકશાન કારક હોય તેમ છતાં તેને કાપી નાખવામાં આવ્યા હતા.
જો કે આ તમામ વાતમાં એક ખાસ વાત લખવી ઘટે કે, પમી જુન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ આ દિવસે લોકો વૃક્ષો વાવવાની પ્રેરણા આપતા હોય અને પર્યાવરણનું જતન કરવાની વાતો કરતાં હોય તેમ છતાં આટલી મોટી માત્રામાં વૃક્ષોને કાપી નાખવા છતાં કહેવાતા કોઈપણ પર્યાવરણ પ્રેમી કે કોઈ સંસ્થા આ બાબતે પોતાનું ધ્યાન આ હોલી એન્જલ્સ કોનવેન્ટ સ્કુલ તરફ ન ખેચી શકયું….!!!
શું આ બાબતે કોઈ ઉચ્ચ અધિકારી કે પછી જે તે વિભાગનાં આગેવાનોને ફરીયાદ કરવામાં આવશે કે પછી હોતા હૈ ચલતા હૈ…!
શું આ સ્કુલે આ ઝાડ કાપવા માટે કોઈપણ જાતની સરકારી પરવાનગી લીધી હતી કે પછી પોતાની મનમાની ચલાવી આ ઝાડને દૂર કરવામાં આવ્યા હતા…? તે પણ એક ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.
શું સ્કુલ સંચાલકોએ કોઈપણ જાતની પરવાનગી ન લીધી હોય તો શું સરકારી અધિકારીઓ આ બાબતે કાર્યવાહી કરશે…? અને જો સ્કુલ સંચાલકો દ્ધારા આ બાબતે પરવાનગી લેવામાં આવી હોય તો તેમાં કયાં કારણો રજુ કરવામાં આવ્યા હતા. જેને લઈ સરકારી અધિકારીઓએ તેઓને આ ઝાડ કાપવાની પરવાનગી આપવામાં આવી…? આ તમામ બાબતો ગંભીર સવાલ ઉભા કરવા વાળા છે…